બ્રેકિંગ ન્યૂઝ જામનગર ભારતનો લલકાર

સરદાર પટેલની ૧૫૧મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી

જામનગર / સ્પેશિયલ રિપોર્ટ:

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી (રાષ્ટ્રીય એકતા દિવસ) નિમિત્તે સમગ્ર દેશ સાથે જામનગર જિલ્લામાં પણ દેશભક્તિ અને રાષ્ટ્રીય અખંડિતતાનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લા પોલીસવડા (SP) ડૉ. રવિ મોહન સૈનીના માર્ગદર્શન અને નેજા હેઠળ જામનગરમાં ભવ્ય ‘રન ફોਰ યુનિટી’ (એકતા દોડ) રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

 પોલીસ હેડક્વાર્ટરથી સાત રસ્તા સર્કલ સુધી દોડ:

આ પ્રેરણાદાયી એકતા દોડ પોલીસ હેડક્વાર્ટરથી શરૂ થઈને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને સાત રસ્તા સર્કલ સુધી પહોંચી હતી. રાષ્ટ્રીય અખંડિતતા અને એકતાના પ્રતીક સમાન સરદાર સાહેબના વિચારોને લોકભોગ્ય બનાવવાનો આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય હતો.

 દિગ્ગજ મહાનુભાવો અને નાગરિકોની ઉપસ્થિતિ:

આ રેલીમાં જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ, દિવ્યેશભાઈ અકબરી અને મેઘજીભાઈ ચાવડા તેમજ જિલ્લા કલેકટર, ડીડીઓ, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર જોડાઈને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નો સંદેશ જન-જન સુધી પહોંચાડ્યો હતો.

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »