ક્રાઇમ બ્રેકિંગ ન્યૂઝ ખાખીની ખટપટ ગુજરાતનો લલકાર

૮ લાખના બદલામાં ૬૫ તોલા સોનું અને પ્લોટ પડાવી લેનાર મહેશ મારફતિયા ઝડપાયો!

અંકલેશ્વર / ક્રાઈમ બ્રેકિંગ:

અંકલેશ્વર પંથકમાંથી વ્યાજખોરીના વ્યવહારમાં આચરવામાં આવતી ગંભીર છેતરપિંડી અને મિલકત પડાવી લેવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. વ્યાજે લીધેલા નાણાં સામે ૬૫ તોલા સોનાનાં ઘરેણાં અને કિંમતી પ્લોટનો દસ્તાવેજ પડાવી લેવાના આક્ષેપ મામલે પોલીસે મુખ્ય આરોપી મહેશ મારફતિયા ની ધરપકડ કરી લીધી છે.

 શું છે સમગ્ર મામલો?

ફરિયાદી પંકજભાઈ પરભુભાઈ આહીરે (રહે. ધંતુરીયા ગામ) વર્ષ ૨૦૧૮માં રૂ. ૫ લાખ અને ૨૦૧૯માં રૂ. ૩ લાખ મળી કુલ રૂ. ૮ લાખ વ્યાજે લીધા હતા. સિક્યુરિટી પેટે સાજોદની રામ રેસિડેન્સીનો પ્લોટ અને આશરે ૪૧ તોલા સોનું ગીરો રખાયું હતું, ઉપરાંત આંધ્રા બેંકમાંથી ફરિયાદીના વધુ ૨૪ તોલા સોનાં પણ આરોપીએ પોતાની પાસે રાખી લીધા હતા. આમ કુલ ૬૫ તોલા સોનું આરોપી પાસે હોવાનો આક્ષેપ છે.

 ૧૦ લાખ ચૂકવ્યા છતાં હેરાનગતિ અને ધરપકડ:

ફરિયાદીના જણાવ્યા મુજબ, વ્યાજ સહિત રૂ. ૧૦ લાખ ચૂકવી દેવા છતાં આરોપીએ સોનું પરત ન આપ્યું અને પ્લોટનો વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધા બાદ વધુ નાણાંની માંગણી કરી હતી. કંટાળીને પોલીસ દરવાજો ખખડાવનાર ખેડૂતની ફરિયાદના આધારે અંકલેશ્વર પોલીસે આરોપી મહેશ મારફતિયાની ધરપકડ કરી સોના અને દસ્તાવેજો અંગે વધુ તપાસ હાથ ધરી છે.

You may also like

ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »