આજનું ભવિષ્ય ગ્લોબલ ન્યૂઝ

આજનું રાશિફળ

23 ઓક્ટોબર 2026, શુક્રવાર

મેષ🐐
આજનો દિવસ તમારા માટે ઠીકઠાક રહેશે. કોઈપણ કામમાં ઉતાવળ કરવાથી બચવું જોઈએ. આજે ધીરજ અને સંયમથી કામ લેવું જોઈએ. કામકાજને કારણે આજે વધુ દોડધામ રહેશે. કાર્યક્ષેત્રમાં થતી નાની ભૂલોને નજરઅંદાજ કરવાથી બચવું જોઈએ. આ રાશિના વિદ્યાર્થીઓનો વધેલો આત્મવિશ્વાસ આજે તેમના કામ આવશે. પ્રવાસના યોગ બની રહ્યા છે. દામ્પત્ય સંબંધોમાં ફરી એકવાર તાજગી લાવવા માટે આજનો દિવસ સારો છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

વૃષભ🐂
આજનો દિવસ શાનદાર રહેશે. આજે તમારો દિવસ અન્ય લોકોની સેવા-સત્કારમાં પસાર થશે. આજે લોકો તમારાથી ખૂબ પ્રભાવિત થશે. આ રાશિના વેપારીઓને મનગમતો લાભ મળવાના યોગ છે. કાર્યાલયમાં તમારા કામની ખૂબ પ્રશંસા થશે. આ રાશિના ઇન્ટિરિયર ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ માટે સારી ઓફર મળશે. આજે કોઈ મોટી સફળતા તમારા હાથ લાગી શકે છે. આજે તમારી કાર્યક્ષમતા વધુ સારી રહેશે. પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. માતા-પિતાના આશીર્વાદ લો, તમામ કામ સફળ થશે.

મિથુન👫
આજનો દિવસ ઉત્તમ રહેશે. સગા-સંબંધીઓની ઘરે અવરજવર રહેશે. આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. તમે સ્વસ્થ રહેશો. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાઈ રહેશે. કોઈ વ્યક્તિ સાથે સંપર્ક કરવા માટે આજનો દિવસ સારો છે. અટકેલા પૈસા મેળવવા માટે તમારા મનમાં કોઈ નવી યોજના આવી શકે છે. કાર્યક્ષેત્રમાં આજે તમારા કામ માટે પ્રશંસા મળશે. પ્રેમી યુગલો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે.

કર્ક🦀
આજે વેપારમાં સામાન્ય લાભ મળશે. આજે તમારા પારિવારિક સુખમાં વધારો થશે. કરિયરને લઈને ઉતાર-ચઢાવની સ્થિતિ જોવા મળી શકે છે. આજે અધિકારી વર્ગ તમારાથી ખુશ રહેશે. આજે કોઈ કામ મન લગાવીને કરશો તો તેમાં સફળતા મળશે. આજે સહકર્મીઓ તરફથી મળતી મદદમાં થોડો ઘટાડો થઈ શકે છે. આજે તમારા મહત્વપૂર્ણ દસ્તાવેજો સાચવીને રાખવા જોઈએ. જીવનસાથી સાથે કોઈ પ્રવાસનું આયોજન કરી શકો છો.

સિંહ🦁
આજે ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધો જાળવી રાખવાનો પ્રયાસ લાભદાયક રહેશે. આજે તમને કોઈ મિત્રનો સહયોગ મળશે. કરિયરમાં પ્રગતિના યોગ છે. કાર્યાલયમાં વાતાવરણ તમારા અનુકૂળ રહેશે. તમે તેનો ભરપૂર લાભ પણ લઈ શકશો. પ્રોપર્ટી સાથે જોડાયેલા કોઈ સારા સમાચાર મળશે. આજે કરેલો પ્રવાસ સુખદ રહેશે. જીવનસાથી અને બાળકો સાથે કોઈ ધાર્મિક સ્થળે જશો, જેના કારણે સંબંધો વધુ મજબૂત થશે. અગાઉ લીધેલા નિર્ણયો તમને સારા પરિણામ આપશે.

કન્યા👩
આજે કાર્યક્ષેત્રમાં નવા વિચારોનો સમાવેશ થશે. આજે જે કામ માટે પ્રવાસ કરશો, તેમાં સફળતા મળશે. કાર્યોમાં જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. રાજકારણના ક્ષેત્રમાં સફળતા મળશે. આજે તમને પોતાને સાબિત કરવાની ઘણી તકો મળશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. વિચારેલા કાર્યોની ગતિ સારી રહેશે. અધિકારી વર્ગ તમારા કામથી ખુશ રહેશે. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલા 

આજનો દિવસ સારો રહેશે. કોઈ કામમાં તમને જીવનસાથીની મદદ મળી શકે છે. દામ્પત્ય જીવન મધુરતાથી ભરપૂર રહેશે. કાર્યાલયમાં સહકર્મીઓનો સહયોગ મળશે. પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે. પ્રોફેસરો માટે આજનો દિવસ સારો રહેશે. ઘણા દિવસોથી અટકેલા પૈસા આજે પાછા મળશે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો રહેશે. આર્થિક ક્ષેત્રમાં સ્થિરતા રહેશે. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. સાંજે બાળકો સાથે સારો સમય પસાર થશે.

વૃશ્ચિક🦂
આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ કરિયરમાં નવો બદલાવ લાવશે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો તેમાં સફળતા મળશે. તમારું મન પ્રસન્ન રહેશે. દરેક વ્યક્તિ તમારી વાત ધ્યાનથી સાંભળશે. તમને વરિષ્ઠોનો સહયોગ મળશે. તમારા કામની પ્રશંસા થશે. પ્રેમસંબંધોમાં મજબૂતી આવશે. વેપારમાં આવકમાં વધારો થશે. જીવનસાથી તરફથી કોઈ સુંદર ભેટ મળશે.

ધન 🏹
આજનો દિવસ અગાઉ કરતાં સારો રહેશે. કોઈ ખાસ કામમાં પરિવારના સભ્યોનો સહયોગ મળશે. નોકરીમાં પ્રમોશન મળવાના યોગ છે. આ રાશિના વિદ્યાર્થીઓને કોઈ પ્રોજેક્ટમાં સફળતા મળી શકે છે. ઉચ્ચ શિક્ષણ માટે કોઈ સારી કોલેજમાં પ્રવેશ મળવાથી તમારું મન પ્રસન્ન થશે. આજે તમને લાભની તકો મળશે. કોઈ ખાસ વ્યક્તિની સલાહ તમારા કામ માટે અસરકારક સાબિત થશે. તમારો કોઈ મિત્ર તમને મળવા ઘરે આવી શકે છે.

મકર🐊
આજનો દિવસ ઠીકઠાક રહેશે. આજે મિત્રો સાથે મેળજોળ વધશે. સંતાનો તમારી વાતોથી પ્રભાવિત થશે અને પોતાની જવાબદારીઓને પણ સમજશે. આજે તમારો કોઈ ઉચ્ચ અધિકારી સાથે સંપર્ક થશે. મન સ્થિર ન રહેવાને કારણે કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. પ્રેમસંબંધોમાં થોડા મતભેદ થઈ શકે છે, પરંતુ તમે પરિસ્થિતિને સારી રીતે સંભાળી લેશો. કાર્યો પૂર્ણ કરવામાં ભાઈ-બહેનનો સહયોગ મળશે.

કુંભ🍯
આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. જીવનસાથી સાથે મીઠી નોકઝોક થશે, જેના કારણે સંબંધો વધુ મજબૂત બનશે. કોઈપણ નવું કામ શરૂ કરતા પહેલાં અનુભવી વ્યક્તિની સલાહ લેશો તો તેમાં સફળતા મળવી નક્કી છે. આ રાશિના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે. થોડી વધુ મહેનત કરવાની જરૂર છે. આજે કોઈને પણ પોતાની સલાહ આપવાથી બચો. તમારી આપેલી સલાહ તમારા માટે જ મુશ્કેલી ઊભી કરી શકે છે. આજે તમે કોઈ જટિલ સમસ્યાનો ઉકેલ લાવવામાં સફળ થશો.

મીન🐳
આજનો દિવસ ખૂબ જ શાનદાર રહેશે. ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. જો તમારું કાર્ય શિક્ષણ સંસ્થા સાથે જોડાયેલું છે, તો આજે લાભ થશે. વ્યવસાયિક પ્રગતિ માટે દિવસ અનુકૂળ છે. આજે તમે પોતાને તાજગીભર્યા અનુભવશો. આજે વિચારેલા કામ પૂર્ણ થશે. આજે જૂના મિત્રો સાથે મળવાની તક મળશે. સાથે જ ઘરે જ મૂવી જોવાનો વગેરેનો પ્લાન બનાવશો. કોઈ મોટી બિઝનેસ મીટિંગ માટે આયોજિત પાર્ટીમાં જશો, જેનો ભવિષ્યમાં તમને ચોક્કસ લાભ મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

કૃપા કરીને ધ્યાન આપો
જોકે શુદ્ધ રાશિફળ આપવાનો સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે, તેમ છતાં આ રાશિફળ અને તમારી કુંડળી તથા રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બની રહેલી ઘટનાઓમાં થોડો તફાવત હોઈ શકે છે. આવી સ્થિતિમાં કોઈ જ્યોતિષીનો અવશ્ય સંપર્ક કરવો. કોઈપણ પ્રકારની ભિન્નતા માટે લલકાર ન્યૂઝ જવાબદાર નથી.

You may also like

NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
NRI આજનું ભવિષ્ય યુટિલિટી મનોરંજનનો લલકાર

ઊડતા પ્લેનના દરવાજા પર લટકી યુટ્યૂબર, VIDEO

પેરાશૂટે ફક્ત બે હાથથી પકડી રાખ્યો દરવાજો; ટોમ ક્રૂઝનો ખતરનાક સ્ટંટ કર્યો રિક્રિએટ, ઇન્ટરનેટ સ્તબ્ધ
Translate »