રાજકોટ / ક્રાઈમ બ્રેકિંગ:
રાજકોટ શહેરના હરિઓમ પાર્ક વિસ્તારમાંથી સોના-ચાંદીના દાગીના સાફ કરી ચમકાવી આપવાની લાલચ આપી કેમિકલમાં સોનું ઓગાળી લેતી રીઢા ઠગ ગેંગના ૨ શખ્સોને પોલીસે સફળતાપૂર્વક ઝડપી લીધા છે.
ઘટનાની વિગત: ગત ૧૭ ઓક્ટોબરના રોજ વૃદ્ધાના ઘરે ફિનાઇલ વેચવાના બહાને બે શખ્સો આવ્યા હતા. તેમણે વૃદ્ધાને સોનાનો ચેન સાફ કરી આપવાનું કહીને લાલચ આપી હતી.
પુત્રની સમયસૂચકતા: આ દરમ્યાન વૃદ્ધાના પુત્રએ સમયસૂચકતા વાપરીને આ શખ્સોની ચાલાકી પકડી પાડી હતી, જેના કારણે માતાનો ૮.૫ ગ્રામનો સોનાનો ચેન ચોરી થતાં બચી ગયો હતો.
પોલીસ કાર્યવાહી: ઝડપાયેલા આરોપીઓ ખાસ પ્રકારના કેમિકલમાં દાગીના બોળી સોનું ઓગાળીને લોકો સાથે છેતરપિંડી આચરતા હતા. પોલીસે આ બંને આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.