બ્રેકિંગ ન્યૂઝ લાઇફસ્ટાઇલ યુટિલિટી ભારતનો લલકાર

રેલવે મુસાફરો માટે મોટા સમાચાર

નેશનલ / રેલવે બ્રેકિંગ:

ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને એક અત્યંત મોટું અને રાહતદ ૨ક પગલું ભરવામાં આવ્યું છે. આજથી એટલે કે ૨૭ ઑક્ટોબરથી લાગુ થતા નવા નિયમ મુજબ, હવે રેલવે સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટર પરથી ટિકિટ ખરીદનારા મુસાફરો પણ ઓનલાઈન ટિકિટની જેમ વૈકલ્પિક મુસાફરી વીમા (Travel Insurance)ની સુવિધા મેળવી શકશે. અગાઉ આ લાભ માત્ર IRCTC એપ કે વેબસાઈટ પૂરતો જ મર્યાદિત હતો.

 માત્ર ૪૫ પૈસાનું મામૂલી પ્રીમિયમ અને મોટું કવરેજ:

આ વીમા યોજના માટે મુસાફરે પ્રતિ વ્યક્તિ માત્ર ૪૫ પૈસાનું મામૂલી પ્રીમિયમ ચૂકવવાનું રહેશે. સુરક્ષા કવચની વાત કરીએ તો, રેલવે અકસ્માત, ટ્રેન ડિરેલમેન્ટ, લૂંટ કે હુમલા જેવી દુર્ઘટનામાં મૃત્યુ અથવા કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં ₹૧૦ લાખ સુધીનું વળતર મળશે. આ ઉપરાંત, કાયમી આંશિક અપંગતા માટે ₹૭.૫ લાખ, હોસ્પિટલ ખર્ચ માટે ₹૨ લાખ અને મૃતદેહના પરિવહન માટે ₹૧૦,૦૦૦ ની સહાય આપવામાં આવશે.

 કોને મળશે લાભ અને શરતો:

આ સુવિધા માત્ર કન્ફર્મ્ડ, પાર્ટલી કન્ફર્મ્ડ અને RAC ટિકિટ ધારકોને જ મળશે (૫ વર્ષથી નાના બાળકો, જેમણે સીટ નથી લીધી તેમને લાગુ નહીં પડે). કાઉન્ટર પર ટિકિટ લેતી વખતે વીમા માટે જાણ કરીને મોબાઈલ નંબર આપવો ફરજિયાત છે, અને પ્રીમિયમ માત્ર ડિજિટલ પેમેન્ટથી જ ભરવાનું રહેશે, ત્યારબાદ તમામ વિગતો મોબાઈલ પર મળી જશે.

You may also like

NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »