નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 9મી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. તેમણે બજેટ રજૂ કરતાં કહ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ માટે 40 હજાર કરોડ આપશે.1000 માન્ય ક્લિનિકલ સાઇટ્સ બનાવવામાં આવશે.સેમિકન્ડક્ટર મિશન – ઉત્પાદન અને ભારતીય IP બનાવવા, સપ્લાય ચેઇન બનાવવા માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે.ઇલેક્ટ્રોનિક સાધનો બનાવવા માટે 40 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.રેર અર્થ મટિરિયલ માટે ઓડિશા, તમિલનાડુ, આંધ્ર પ્રદેશમાં ડેડિકેટેડ ફેસિલિટી બનાવવાની પહેલ કરવામાં આવી છે. આ માટે ડેડિકેટેડ મિનરલ પાર્ક બનાવવામાં આવશે.
સરકાર કાપડ ક્ષેત્રને પણ પ્રોત્સાહન આપશે
નાણાંમંત્રીએ કહ્યું હતું કે,સીતારમણે કહ્યું કે અમે લોકોની યુનિવર્સલ સર્વિસ પર ધ્યાન આપ્યું છે. આનાથી 7% નો વૃદ્ધિ દર હાંસલ કરવામાં મદદ મળી છે.અમે વિકસિત ભારતના વિઝન તરફ કામ કરતા રહીશું. અમે ગ્લોબલ માર્કેટ સાથે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટના વિઝન સાથે સંરેખિત રહીશું.નાણામંત્રીએ 10 હજાર કરોડ રૂપિયાના MSME ગ્રોથ ફંડની જાહેરાત કરી છે. સરકાર કાપડ ક્ષેત્રને પણ પ્રોત્સાહન આપશે. સરકાર પાંચ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં માળખાગત સુવિધાઓને વેગ આપશે.
ભારત બાયોફાર્મ શક્તિ બનશે- નિર્મલા સીતારમણ
નાણામંત્રીએ બજેટ રજૂ કરતાં જણાવ્યું હતું કે બાયોફાર્મા શક્તિ એ જ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા દ્વારા આરોગ્યસંભાળને આગળ વધારવાની વ્યૂહરચના છે. તેનો ધ્યેય ભારતને વૈશ્વિક બાયોફાર્મા ઉત્પાદન કેન્દ્ર તરીકે વિકસાવવાનો છે. આગામી પાંચ વર્ષમાં ₹10,000 કરોડના ખર્ચે બાયોફાર્મા શક્તિ શરૂ કરવામાં આવી રહી છે.