કોલંબોઃ T20 વર્લ્ડકપ ટુર્નામેન્ટની ભારત અને પાકિસ્તાન સામેની મેચમાં ઈન્ડિયન ટીમમાં હવે અભિષેક શર્માની એન્ટ્રી થઈ ચૂકી છે. ફિટનેસને લઈને અગાઉ એમના સિલેક્શન પર કોઈ સ્યોરિટી ન હતી. મેચ પહેલા કેપ્ટને હવે અભિષેક શર્માની મેચમાં રમવાની ખાતરી આપી છે. હાઈવોલ્ટેજ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા સંપૂર્ણ રીતે ફીટ છે અને નેટપ્રેક્ટિસ પણ કરી રહ્યો છે. પેટમાં ઈન્ફેક્શનને લઈને તે ફીટ ન હતો. તેથી તે નામીબિયા સામે રમી શક્યો ન હતો. હવે અભિષેકની એન્ટ્રી થઈ એટલે હવે સંજુ સેમસન આ મેચમાં નહીં રમે એ નક્કી છે.

પિચ સ્પીનર્સ માટે અનુકુળ
આર. પ્રેમદાસ સ્ટેડિયમમાં પિચ સ્પીનર્સ માટે અનુકુળ હોવાનું માનવામાં આવે છે. એવામાં કુલદીપ યાદવને મોટો ચાન્સ મળી શકે છે. સ્ટ્રેટજી કઈ રહેવાની છે એના પર સૌની નજર છે. કુલદીપને ક્યા ઓર્ડરમાં બોલિંગ આપવામાં આવે છે એ પણ જોવું રસપ્રદ રહેશે. જસપ્રીત બુમરાહ સાથે હાર્દિક પંડ્યાની બોલિંગની પણ પરીક્ષા થશે. જ્યારે શિવમ દુબે પણ બેસ્ટ પર્ફોમ કરશે. દરમિયાન, પાકિસ્તાની ટીમ આ મેચમાં પાંચ સ્પિનરોને મેદાનમાં ઉતારે તેવી અપેક્ષા છે: શાદાબ ખાન, ઉસ્માન તારિક, અબરાર અહેમદ, સેમ અયુબ અને મોહમ્મદ નવાઝ. સેમ અયુબ પણ તાજેતરમાં સારી બોલિંગ કરી રહ્યો છે, એટલે કે પાકિસ્તાન પાસે પાંચમો સ્પિન વિકલ્પ હશે. રહસ્યમય સ્પિનર ઉસ્માન તારિકને ટ્રમ્પ કાર્ડ માનવામાં આવે છે. પાકિસ્તાની ટીમે યુનાઇટેડ સ્ટેટ્સ સામે સમાન રણનીતિ અપનાવી હતી, જેમાં પાંચ સ્પિનરોને મેદાનમાં ઉતાર્યા હતા. સેમ અયુબ પણ બેટિંગ લાઈનમાં કેવી રીતે રમશે જોવાનું છે.