અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2026-27નું 17018 કરોડનું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે બજેટમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં માટે 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને 5 મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે.બોપલ રીંગરોડથી ઘુમા સુધી અને નહેરુનગરથી શિવરંજની થઈ સેટેલાઈટ રામદેવનગરથી ઇસ્કોન સુધી એલિવેટેડ કોરીડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. પાંચ રેલવે ઓવરબ્રિજ અને ત્રણ ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ચાલુ વર્ષે કરવેરામાં કોઈ વધારો કર આવ્યો નથી. દર વર્ષે ટેક્સમાં બે ટકા ટેકસમાં વધારો કરવા અંગેની જોગવાઈ બે વર્ષ પહેલાના બજેટમાં થઈ ચૂકી હતી જેથી હવે દર વર્ષે ટેક્સમાં વધારો કરવાની કોઈ જાહેરાત કરવામાં આવતી નથી.ઓટોમેટીક બે ટકા ટેક્સમાં વધારો થઈ જાય છે.
રૂટ પર બસની સંખ્યા વધારી શકાય તે માટે વ્યવસ્થા
મહાનગર પાલિકા દ્વારા નર્સિંગ સ્કૂલ, ટ્રોમા સેન્ટર રીનોવેશન માટે 10 કરોડની જોગવાઈ, નવા તબીબી સાધનો ખરીદવા 16.2 કરોડની જોગવાઈ અને VS હોસ્પિટલ 200 બેડ સાથે ચલાવવામાં આવશે. બિલ્ડિંગમાં સુધારા બાદ 500 બેડની હોસ્પિટલ કરાશે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)નું ૨૦૨૬-૨૭ના વર્ષનું રૂ.1011 કરોડનું સુધારેલું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. AMTS બસોમાં રૂ. ૩ કરોડના ખર્ચે A Iના આધારે બસ રૂટ પર દોડવાતી બસોની સંખ્યા અને કેટલી બસોની ડીમાન્ડ છે તે અંગે સર્વે કરીને બસોની ફીક્વન્સી વધારવા હેતુસર ડાયનેમિક શિડ્યુલિંગ સોફ્ટવેર ઓપ્ટીમાઈઝેશન લગાવવામાં આવશે. AI સોફટવેરની મદદથી સમયસર બસ આવે અને વધુ અવરજવર ધરાવતા બસ રૂટ પર બસની સંખ્યા વધારી શકાય તે માટે વ્યવસ્થા કરાશે.
શાખા પુસ્તકાલયમાં સિવિલ વર્ક અને રંગરોગાન કરવામાં આવશે
25 લાખના ખર્ચે હિંમતલાલ પાર્ક સ્થિત શાખા પુસ્તકાલયમાં સિવિલ વર્ક અને રંગરોગાન કરવામાં આવશે.10 લાખના ખર્ચે પુસ્તકોના યોગ્ય સંગ્રહ અને જાળવણી માટે આધુનિક રેક સિસ્ટમ વસાવવામાં આવશે. 20 લાખના ખર્ચે પુસ્તકાલયના એન્ટ્રન્સમાં જયપુરી સ્થાપત્ય ધરાવતા ગુંબજમાં ગ્લાસ મોઝેકથી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ કંડારવામાં આવશે. 10 લાખના ખર્ચે સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ગ્રીનરૂમ અને મુલાકાતીઓ/કર્મચારીઓ માટે કેન્ટીન સુવિધા ઉભી કરાશે.સુપ્રસિદ્ધ સાહિત્યકારની ૧૨૫મી જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો માટે રૂ. ત્રણ લાખની ફાળવણી.દેશના બંધારણના અમલીકરણના ૭૫ વર્ષ પૂર્ણ થતા ‘અમૃત પર્વ’ અને ‘વિશ્વ પુસ્તક દિન’ ની ઉજવણી માટે રૂ. ૬.૦૭ લાખની જોગવાઈ, વાંચન પ્રવૃત્તિને વેગ આપવા માટે રૂ. ૧૫ લાખનું આયોજન, પુસ્તકાલય: વિરાસત થી વિકાસ’ પ્રોજેક્ટ હેઠળ ટેકનોલોજીનો ઉપયોગ કરી આધુનિક સેવાઓ અપાશે
સુપર સ્પેશિયાલિટી સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે
બજેટની ફાળવણી: વર્ષ ૨૦૨૫-૨૬ માટે હોસ્પિટલનું કુલ અંદાજિત બજેટ રૂ. ૨૧૨૮૭.૦૦ લાખ (રૂ. ૨૧૨.૮૭ કરોડ) મંજૂર કરવામાં આવ્યું છે.
નવા તબીબી સાધનો: દર્દીઓની સચોટ તપાસ અને સારવાર માટે રૂ. ૧૬૨.૦૦ લાખના ખર્ચે વિવિધ વિભાગો (જેમ કે પેથોલોજી, ઓર્થોપેડિક, ગાયનેક વગેરે) માટે આધુનિક મશીનો વસાવવામાં આવશે.
રિટ્રોફિટિંગ અને સમારકામ: હોસ્પિટલના હેરિટેજ બિલ્ડિંગ (મેઈન ટાવર) ના મજબૂતીકરણ અને રિનોવેશન માટે રૂ. ૨૫૦૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે.
નવી સુવિધાઓ: નર્સિંગ સ્કૂલ અને હોસ્ટેલ બિલ્ડિંગના રંગરોગાન તેમજ ડ્રેનેજ કામગીરી માટે રૂ. ૧૦૦.૦૦ લાખ ફાળવાયા છે.
આધુનિક સોફ્ટવેર: હોસ્પિટલના વહીવટી અને ડેટા મેનેજમેન્ટની કામગીરી સુધારવા માટે રૂ. ૩૪.૦૦ લાખના ખર્ચે નવા સોફ્ટવેર લાવવામાં આવશે.
કમ્પ્યુટર સિસ્ટમ: હોસ્પિટલના તમામ વિભાગોમાં કાર્યક્ષમતા વધારવા માટે રૂ. ૫૦.૦૦ લાખના ખર્ચે નવી ૪૦ કમ્પ્યુટર સિસ્ટમ અને પ્રિન્ટર ખરીદવામાં આવશે.
મફત સેવાઓ: હોસ્પિટલ દ્વારા શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને સુપર સ્પેશિયાલિટી સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે