પટના / નેશનલ પોલિટિકલ બ્રેકિંગ:
બિહારની રાજધાની પટનામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM મોદી વિરુદ્ધ અત્યંત વિવાદિત નિવેદન આપીને નવો રાજકીય વિવાદ સર્જ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી શ્રીકૃષ્ણ સિંહની ૧૩૯મી જયંતિ નિમિત્તે યોજાયેલી સભામાં ખડગેના આ નિવેદનને લઈને ભારે હોબાળો મચી ગયો છે.
સભા દરમિયાન વિવાદિત ટિપ્પણી:
મહાસભાને સંબોધતી વખતે જ્યારે એક શખ્સે ભીડમાંથી કહ્યું કે “મોદી જશે નહીં”, ત્યારે ખડગે ઉશ્કેરાઈ ગયા હતા અને ગુસ્સામાં આવીને નિવેદન આપ્યું હતું કે “મોદીનો બાપ પણ જશે” આટલું જ નહીં, તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન મોદીને સતત જૂઠું બોલવાની આદત છે.
રાજકીય પ્રતિક્રિયાઓ:
ખડગેના આ નિવેદન બાદ રાજકીય ગરમાવો આવી ગયો છે અને ભાજપ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષની ભાષા સામે કડો રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં આ મુદ્દે રાજકીય પક્ષો વચ્ચે મોટા ઘમાસાણના એંધાણ વર્તાઈ રહ્યા છે.