પોલિટિક્સ બ્રેકિંગ ન્યૂઝ ગાંધીનગર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

PM મોદીના સ્વર્ગસ્થ પિતા સામેની ટિપ્પણીથી રાજકારણ ગરમાયું:પ્રભારી તરુણ ચુઘ અને જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન

ગાંધીનગર / રાજકીય બ્રેકિંગ:

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ પિતાશ્રી સામે આપવામાં આવેલા વિવાદિત નિવેદનને લઈને ગુજરાત ભાજપ આક્રમક મૂડમાં આવી ગયું છે. આ અસભ્ય અને મર્યાદા વટાવી ગયેલી ટિપ્પણીના વિરોધમાં આજે ગાંધીનગર ખાતે ભાજપ દ્વારા ભવ્ય વિરોધ પ્રદર્શન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

 ઘ-5 સર્કલથી કોંગ્રેસ કાર્યાલય સુધી વિરોધ:

આજે સાંજે ૪ વાગ્યે ગાંધીનગરના પ્રખ્યાત ‘ઘ-5’ સર્કલથી આ વિરોધ પ્રદર્શનનો પ્રારંભ થશે. ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુઘ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપના દિગ્ગજ આગેવાનો અને કાર્યકરો ‘ઘ-5’ સર્કલથી ગાંધીનગર શહેર કોંગ્રેસ કાર્યાલય સુધી કૂચ કરીને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવશે.

 રાજકીય માહોલ ગરમાયો:

ખડગેના નિવેદનને અત્યંત નિંદનીય અને અસભ્ય ગણાવીને ભાજપ દ્વારા રાજ્યવ્યાપી વિરોધના એંધાણ વર્તાઈ રહ્યા છે, જેને પગલે ગાંધીનગરનો રાજકીય માહોલ અત્યંત ગરમાયો છે.

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »