બ્રેકિંગ ન્યૂઝ લાઇફસ્ટાઇલ યુટિલિટી ભારતનો લલકાર

હવે ટ્રેનમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડનો સખત આદેશ

નેશનલ / રેલવે બ્રેકિંગ:

ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુરક્ષા અને અગ્નિિકાંડ જેવા જોખમોને ટાળવા માટે એક અત્યંત મહત્ત્વનો અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોએ હવે ટ્રેનમાં રાત્રે મુસાફરી કરતી વખતે આ બાબતની ખાસ નોંધ લેવી પડશે, કેમ કે રેલવેએ ટ્રેનોમાં રાત્રે ૧૧:૦૦ થી સવારે ૫:૦૦ વાગ્યા સુધી મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

 પાવર બેંક ફાટવાની ઘટના બાદ લેવાયો નિર્ણય:

દક્ષિણ પૂર્વ રેલવે અંતર્ગત ચાલતી ટ્રેનમાં ચાર્જિંગ દરમિયાન પાવર બેંક ફાટવાની અને શોર્ટ સર્કિટના કારણે ધુમાડો નીકળવાની ગંભીર ઘટના સામે આવી હતી. આ ઘટનાને રેલવે તંત્રએ ખૂબ જ ગંભીરતાથી લઈને મુસાફરોના જાનમાલની સુરક્ષા માટે રાત્રિના સમયે ચાર્જિંગ સુવિધા બંધ રાખવાના જુના નિયમને હવે દેશભરમાં વધુ કડકાઈથી લાગુ કરવાનો આદેશ કર્યો છે.

 સ્ટાફની જવાબદારી અને સરપ્રાઈઝ ચેકિંગ:

રેલવે બોર્ડના આદેશ મુજબ, ટ્રેનમાં ફરજ બજાવતા ઓન-બોર્ડ સ્ટાફે રાત્રે ૧૧ થી સવારે ૫ વાગ્યા સુધી ચાર્જિંગ પોઈન્ટનો પાવર સપ્લાય બંધ રાખવાનું સુનિશ્ચિત કરવાનું રહેશે. આ નિયમનું પાલન થાય છે કે નહીં તે માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા અચાનક (સરપ્રાઈઝ) ચેકિંગ હાથ ધરવામાં આવશે અને જો કોઈ બેદરકારી પકડાશે તો સંબંધિત કર્મચારીઓ સામે શિસ્તભંગની કડક કાર્યવાહી કરવામાં આવશે.

 મુસાફરો માટે સલાહ:

લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોએ હવે ટ્રેનમાં ચાર્જિંગ પર નિર્ભર રહેવાને બદલે મુસાફરી શરૂ કરતા પહેલા જ પોતાના મોબાઈલ કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો ફુલ ચાર્જ કરી લેવા સલાહ આપવામાં આવી છે.

You may also like

NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »