બ્રેકિંગ ન્યૂઝ લાઇફસ્ટાઇલ યુટિલિટી ગ્લોબલ ન્યૂઝ જામનગર ભારતનો લલકાર

રોકાણકારો માટે ખુશખબર: જિયો પ્લેટફોર્મ્સના શેરમાં ૨૧%નું પ્રીમિયમ, એક્સપર્ટે આપ્યા ₹૧,૮00ના મોટા ટાર્ગેટ

બિઝનેસ / શેરબજાર બ્રેકિંગ:

ભારતીય શેરબજારમાં આજે ટેલિકોમ અને ડિજિટલ ક્ષેત્રની દિગ્ગજ કંપની ‘જિયો પ્લેટફોર્મ્સ’ (Jio Platforms)ની એન્ટ્રીએ ધમાકો મચાવી દીધો છે. કંપનીના શેરનું બમ્પર લિસ્ટિંગ થયું છે, જેનાથી રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 ૨૧%ના પ્રીમિયમ સાથે શાનદાર શરૂઆત:

જિયો પ્લેટફોર્મ્સનો શેર તેની ₹૧,૧૧૯ ની ઇશ્યૂ પ્રાઇસ સામે ૨૧% ના આકર્ષક પ્રીમિયમ સાથે ₹૧,૩૫૮ ના ભાવ પર લિસ્ટ થયો છે. આ શાનદાર શરૂઆત સાથે જ કંપનીનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન ₹૧૨.૫૦ લાખ કરોડ પર પહોંચી ગયું છે. આ સાથે જ જિયોએ એરટેલને પાછળ છોડીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પછી દેશની બીજી સૌથી મોટી કંપની બનવાનું ગૌરવ હાંસલ કર્યું છે.

 નિષ્ણાતોની સલાહ અને ભવિષ્યની અપેક્ષા:

બજારના નિષ્ણાતો શોર્ટ ટર્મ લિસ્ટિંગ ગેઇન મેળવનારા રોકાણકારોને નફો બુક કરવાની સલાહ આપી રહ્યા છે, જ્યારે લાંબા ગાળાના રોકાણકારોને આ શેર હોલ્ડ કરવા માટે સૂચવાયું છે. ભવિષ્યમાં આ શેર વધીને ₹૧,૮૦૦ સુધી પહોંચવાની પ્રબળ અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

You may also like

NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »