બ્રેકિંગ ન્યૂઝ લાઇફસ્ટાઇલ ગ્લોબલ ન્યૂઝ

સાઉદી અને હૂથીઓ વચ્ચે યુદ્ધવિરામનો મોટો દાવ: ઈરાનની મધ્યસ્થતામાં ઐતિહાસિક ડીલ પાર પાડવાનો સનસનીખેજ દાવો

વર્લ્ડ / મિડલ ઈસ્ટ બ્રેકિંગ:

પશ્ચિમ એશિયા અને રાતા સમુદ્ર (Red Sea) ના વિસ્તારમાં છેલ્લા ૩ મહિનાથી ચાલી રહેલા સૈન્ય તણાવ અને હુમલાઓને વિરામ આપવા માટે સાઉદી અરેબિયાએ અત્યંત મોટું અને ચોંકાવનારૂં પગલું ભર્યું છે. ઇઝરાયેલી અખબાર ‘હાયોમ’ (Israel Hayom)ના સન્સનનીખેજ રિપોર્ટ અનુસાર, સાઉદી અરેબિયા હૂથી વિદ્રોહીઓને પોતાના પરના હુમલા રોકવાના બદલામાં $૧ અબજ (આશરે ₹૯૫ અબજ)ની મોટી રકમ આપવા માટે તૈયાર થઈ ગયું છે.

 ઈરાનની મધ્યસ્થતા અને ગુપ્ત બેઠક:

આ મહત્વપૂર્ણ કરાર અને યુદ્ધવિરામ માટે ઈરાને મધ્યસ્થ (Mediator)ની ભૂમિકા ભજવી છે. રિપોર્ટમાં એવો પણ મોટો દાવો કરવામાં આવ્યો છે કે સાઉદીના સંરક્ષણ મંત્રી પ્રિન્સ ખાલિદ બિન સલમાન રિયાધથી ખાસ ઈરાનની રાજધાની તેહરાન પહોંચ્યા હતા, જ્યાં તેઓ કરાર અંતર્ગત જહાજમાં જંગી નાણાં પણ સાથે લઈ ગયા હતા.

 હુમલા અટકાવવાની વ્યૂહરચના:

જો આ શાંતિ કરાર સફળ થશે, તો ક્ષેત્રમાં હૂથી વિદ્રોહીઓ દ્વારા કરવામાં આવતા ડ્રોન અને મિસાઈલ હુમલાઓ પર બ્રેક લાગશે, જેનાથી વિસ્તારમાં શાંતિ સ્થપાય તેવી શક્યતા છે.

You may also like

NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
લાઇફસ્ટાઇલ ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ધર્મનો લલકાર

ક્રેડિટ કાર્ડ લિમિટ વધારવાના નામે ફ્રોડ

બેંક અધિકારીઓ તરીકે ઓળખ બનાવીને ફોન કરે છે; OTP છેતરપિંડીથી કેવી રીતે બચવું તે જાણો
Translate »