સૌરાષ્ટ્ર / વેધર બ્રેકિંગ:
ગુજરાતમાં નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે શિયાળાની ঋતુમાં પણ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૧ જેટલા તાલુકાઓમાં કમોસમી વરસાદ (માવઠું) ખાબક્યો છે, જેના કારણે ખેતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે.
૪ જિલ્લામાં યલો એલર્ટ:
હવામાન વિભાગ દ્વારા આજે ૩૧ ઑક્ટોબરના રોજ સૌરાષ્ટ્રના ૪ મહત્વપૂર્ણ જિલ્લાઓ — દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટ માં ગાજવીજ, ભારે પવન અને કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ખેડૂતોના મોંઘા પાકને નુકસાન:
કમોસમી વરસાદના કારણે ખેતરોમાં તૈયાર પડેલા મગફળી અને સોયાબીન જેવા મહત્વના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેને લઈને અન્નદાતાઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.