અમદાવાદ / ક્રાઈમ અને સિટી બ્રેકિંગ:
અમદાવાદ શહેરમાં ફરી એકવાર શૈક્ષણિક સંકુલોને ટાર્ગેટ કરતી ધમકીઓ સામે આવતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી નારાયણ ગુરુ સ્કૂલ અને ચાંદખેડા વિસ્તારમાં આવેલી પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો ઈમેલ મળતા જ ભારે ખળભળાટ મચી ગયો છે.
વાલીઓમાં ચિંતા અને દોડધામ:
સ્કૂલને બોમ્બથી ઉડાવવાની આ ગંભીર ધમકી મળવાની જાણ થતાં જ વાલીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને ચિંતાતુર વાલીઓ પોતાના બાળકોને સુરક્ષિત લેવા માટે તાત્કાલિક શાળાઓ પર દોડી આવ્યા હતા.
તંત્ર દ્વારા સઘન તપાસ:
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક બંને શાળાઓ પર પહોંચી ગઈ હતી. શાળાઓના પરિસરમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, તેમજ આ ધમકી પાછળ કોનો હાથ છે તે અંગે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

