જામનગર / ક્રાઈમ & એગ્રીકલ્ચર બ્રેકિંગ:
ગુજરાતમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવનારા સમાચાર સામે આવ્યા છે. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે ૪૭ વર્ષીય ખેડૂત હેમંતભાઈ મકવાણાએ નબળા ચોમાસાને કારણે પાક નિષ્ફળ જતાં અને ગંભીર આર્થિક સંકડામણને કારણે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે.
દેવું અને પરિવારના ભરણપોષણની ચિંતા:
પ્રાપ્ત વિગતો અનુસાર, આ વર્ષે નબળા વરસાદના કારણે તેમનો મગફળીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો. બીજી તરફ સહકારી મંડળીના ધિરાણનું દેવું, પરિવારના ભરણપોષણની ચિંતા અને પશુઓ માટે નીરણ (ચારા) ની ગંભીર અછત ઊભી થઈ હતી. આ પરિસ્થિતિના કારણે તેમણે અગાઉ પોતાના બે બળદ પણ પાંજરાપોળ કે આશ્રમમાં મૂકી દેવા મજબૂર બનવું પડ્યું હતું.
વાડીએ ભયાનક પગલું:
ગત ૨૯ ઓક્ટોબરની રાત્રે તેમણે પોતાની વાડીએ જઈને આત્યંતિક પગલું ભરી લીધું હતું. આ દુઃખદ ઘટનાના પગલે અન્નદાતાઓના પરિવારમાં ભારે રોકકળ મચી ગઈ છે અને સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

