હોલીવુડ / એન્ટરટેઈનમેન્ટ બ્રેકિંગ:
વર્લ્ડ સિનેમા અને હોલીવુડ જગતમાંથી અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ‘એક્સ-મેન’ (X-Men) જેવી સુપરહિટ ફ્રેન્ચાઇઝીમાં પ્રોફેસર એક્સ (Professor X) અને ‘સ્ટાર ટ્રેક’ માં કેપ્ટન પિકાર્ડની ભૂમિકાથી વૈશ્વિક સ્તરે અમર ઓળખ બનાવનાર જાણીતા અભિનેતા પેટ્રિક સ્ટુઅર્ટ (Patrick Stewart) નું ૮૬ વર્ષની વયે અમેરિકામાં નિધન થયું છે.
બીમારી સામે લાંબી લડાઈ:
પ્રાપ્ત માહિતી અનુસાર, પેટ્રિક સ્ટુઅર્ટ છેલ્લા કેટલાક સમયથી અલ્ઝાઈમર (Alzheimer’s) અને ડિમેન્શિયા (Dementia) જેવી ગંભીર બીમારીઓથી પીડિત હતા અને સારવાર હેઠળ હતા. તેમના નિધનથી વૈશ્વિક મનોરંજન જગતમાં અને તેમના કરોડો ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
આગામી ફિલ્મને લઈને ચર્ચામાં હતા:
પેટ્રિક સ્ટુઅર્ટ તેમની આગામી સુપરહીરો ફિલ્મ ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ (Avengers: Doomsday)માં પણ મહત્વની ભૂમિકામાં જોવા મળવાના હતા, પરંતુ તે પહેલા જ તેમના અચાનક અવસાનથી હોલીવુડમાં ખાલીપો સર્જાયો છે.