નેશનલ / લીગલ બ્રેકિંગ:
દેશની સર્વોચ્ચ અદાલત (Supreme Court) દ્વારા લિવ-ઇન રિલેશનશિપ અને કાયદાકીય જોગવાઈઓને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને સ્પષ્ટ ટિપ્પણી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું છે કે જો બે પુખ્ત વ્યક્તિઓ વચ્ચે પરસ્પર સંમતિથી બંધાયેલા પ્રેમસંબંધ કે લિવ-ઇન સંબંધનો અંત આવે, તો તેવા સંજોગોમાં અગાઉ બનેલા શારીરિક સંબંધો આપોઆપ ‘બળાત્કાર’ (Rape) ની વ્યાખ્યામાં આવતા નથી.
લગ્નના ખોટા વાયદા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા:
કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો સંબંધની શરૂઆતથી જ લગ્નનો ખોટો વાયદો કે પ્રલોભન આપીને સંમતિ મેળવવામાં આવી હોય, તો તે કિસ્સો અલગ ઠરે છે. પરંતુ માત્ર સંબંધ તૂટી જવા માત્રથી ફોજદારી ગુનો લાગુ પડતો નથી.
કાયદાના દુરુપયોગ સામે ચિંતા:
જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે સુનાવણી દરમિયાન સંબંધો વણસ્યા બાદ ફોજદારી કાયદા (Criminal Law) અને બળાત્કારની કલમોના વધતા દુરુપયોગ સામે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.