ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

BREAKING: NEET-UG 2026 પરીક્ષા સત્તાવાર રીતે રદ, પેપર લીક કાંડમાં કેન્દ્રનો મોટો નિર્ણય, CBI તપાસના આદેશ

નવી દિલ્હી/અમદાવાદ: દેશના ૨૩ લાખથી વધુ મેડિકલ ઉમેદવારો માટે અત્યાર સુધીના સૌથી મોટા અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ ગત ૩ મેના રોજ લેવાયેલી NEET-UG 2026 ની પરીક્ષા સત્તાવાર રીતે રદ કરી દીધી છે. પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિઓના ગંભીર આક્ષેપો બાદ કેન્દ્ર સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. હવે આ પરીક્ષા ફરીથી લેવામાં આવશે, જેની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરાશે.

કેમ લેવાયો પરીક્ષા રદ કરવાનો નિર્ણય?

રાજસ્થાનના સીકરમાં પેપર લીકની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં રોષ જોવા મળ્યો હતો. રાજસ્થાન SOG (Special Operations Group) ની તપાસમાં ખુલાસો થયો છે કે પરીક્ષાના બે દિવસ પહેલા જ એક ‘ગેસ પેપર’ વાયરલ થયું હતું, જેમાંથી ૭૨૦ માર્કસના પેપરમાંથી ૬૦૦ માર્કસના પ્રશ્નો બેઠેબેઠા પૂછાયા હતા. આ મામલાની ગંભીરતા જોતા કેન્દ્ર સરકારે હવે સમગ્ર તપાસ CBI ને સોંપી દીધી છે.

રાજસ્થાન SOG એ ૧૩ શંકાસ્પદોની કરી ધરપકડ

આ પેપર લીક કાંડનું એપીસેન્ટર રાજસ્થાનનું સીકર હોવાનું મનાય છે. પોલીસે સીકર, દેહરાદૂન અને ઝુંઝુનૂમાંથી ૧૩ જેટલા શંકાસ્પદોને ઝડપી પાડ્યા છે. આરોપ છે કે પીજી સંચાલક અને કોચિંગ સેન્ટરના કાઉન્સિલર દ્વારા આ પેપર વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યું હતું. NTA એ સ્વીકાર્યું છે કે પરીક્ષાની પારદર્શિતા જાળવી રાખવા માટે તેને રદ કરવી જ એકમાત્ર વિકલ્પ હતો.

વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર:

  • ફરી રજીસ્ટ્રેશન નહીં: વિદ્યાર્થીઓએ ફરીથી ફોર્મ ભરવાની કે રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી.

  • નવા એડમિટ કાર્ડ: NTA ટૂંક સમયમાં નવા એડમિટ કાર્ડ જાહેર કરશે.

  • કેન્દ્રોમાં ફેરફાર નહીં: મોટેભાગે પરીક્ષા કેન્દ્રો જુના મુજબ જ રહેવાની શક્યતા છે.

  • ફી પરત: વિદ્યાર્થીઓની જુની પરીક્ષા ફી પરત કરવાની પણ વિચારણા ચાલી રહી છે.

admin

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »