ગાંધીનગર / આંતરરાષ્ટ્રીય બ્રેકિંગ:
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં રાજ્ય સરકાર અને સ્કોટલેન્ડ વચ્ચે પરસ્પર મિત્રતા, આર્થિક સંબંધો અને ટકાઉ વિકાસને મજબૂત કરવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
નેતાઓ વિશિષ્ટ ઉપસ્થિતિ: આ મોહતવપૂર્ણ MoU પ્રોગ્રામમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સ્કોટલેન્ડ ગવર્નમેન્ટના ફર્સ્ટ મિનિસ્ટર શ્રીયુત જોન સ્વિની ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ક્ષેત્રોમાં વધશે સહયોગ: ગુજરાત અને સ્કોટલેન્ડ વચ્ચે સ્પોર્ટ્સ, ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, એનર્જી એન્ડ સસ્ટેનેબિલિટી, એજ્યુકેશન, સ્કીલિંગ, રિસર્ચ અને કલ્ચરલ એક્સચેન્જ ક્ષેત્રે નવી સંભાવનાઓ ઊભી થશે.
ગુજરાતનું ડેલીગેશન જશે સ્કોટલેન્ડ:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ઓફશોર એનર્જીમાં ગ્લોબલ લીડર સ્કોટલેન્ડની તજજ્ઞતાનો અભ્યાસ કરવા ગુજરાતનું વિશેષ ડેલીગેશન સ્કોટલેન્ડની મુલાકાત લેશે.
સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર જોન સ્વિનીએ ઉમેર્યું કે, આ MoU થકી લાઈફ સાયન્સીસ, સ્પોર્ટ્સ અને ગ્રીન એનર્જીમાં બંને દેશો વચ્ચે નવી તકોનો ઉદય થશે.