મોરબી મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

“સરકાર જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વહેલી ચૂંટણી કરાવવા માગે છે”: મોરબીમાં વિપક્ષી નેતા તુષાર ચૌધરીનો સનસનાટીભર્યો દાવો!

મોરબી / રાજકીય બ્રેકિંગ:

મોરબી મુલાકાત દરમિયાન વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીએ રાજ્યમાં વહેલી ચૂંટણી યોજાવાના સંકેત આપીને રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. તેમણે સૌરાષ્ટ્રમાં પાણીના સંકટ અને સરકારની નીતિઓ પર તીખા પ્રહારો કર્યા હતા.

 સૌરાષ્ટ્રમાં જળસંકટ અને દુષ્કાળની માંગ: તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, હાલ સૌરાષ્ટ્રમાં પાણીની સ્થિતિ અત્યંત ખરાબ છે. વિધાનસભાના સત્ર દરમિયાન પણ અમે સરકાર સમક્ષ પાંચ પ્રમુખ માંગણીઓ મૂકી હતી. પરંતુ સરકારની દાનત ખરાબ હોવાથી તે સૌરાષ્ટ્રમાં દુષ્કાળ જાહેર કરી રહી નથી.

 વહેલી ચૂંટણીનો સનસનાટીભર્યો આક્ષેપ: તેમણે આરોપ લગાવ્યો હતો કે, સરકાર જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં વહેલી ચૂંટણી કરાવવાની ગણતરી કરી રહી છે.

 જનતા સાથે છેતરપિંડીનો આરોપ: એપ્રિલ અને મે મહિનામાં જ્યારે સૌરાષ્ટ્રમાં પાણી માટે હાહાકાર મચશે, તે પહેલાં જ સરકાર લોકો પાસેથી મત લઈને ભાગી જવા માગે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

You may also like

ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »