મહેસાણા / અકસ્માત બ્રેકિંગ:
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ઉમરેચા ગામ નજીક આવેલા ‘મીની પાવાગઢ’ તરીકે જાણીતા પહાડ પર એક અત્યંત હૃદયકાંપક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. દર્શન કરવા આવેલા દંપતીનું એક્ટિવા સ્લીપ થઈ જતાં બંને પહાડ પરથી નીચે પટકાયા હતા, જેમાં પતિ-પત્ની બંનેના કરુણ મોત નીપજ્યા છે.
દર્શન કરવા આવ્યા હતા: સાલડી ગામના રહેવાસી રમણ ઠાકોર અને તેમના પત્ની ચંદ્રિકા ઠાકોર પોતાના એક્ટિવા પર ‘મીની પાવાગઢ’ ખાતે સ્થિત મહાકાળી માતાજીના દર્શનાર્થે આવ્યા હતા.
કેવી રીતે સર્જાયો અકસ્માત?: દર્શન માટે પહાડ પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક એક્ટિવા સ્લીપ થઈ ગયું હતું. વાહન પરથી કાબૂ ગુમાવતાં દંપતી ઊંડા પહાડ પરથી સીધા નીચે જઈ પટકાયા હતા.
અરેરાટી વ્યાપી ગઈ: અકસ્માતની આ ઘટનામાં ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે પતિ રમણ ઠાકોર અને પત્ની ચંદ્રિકા ઠાકોરનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર સાલડી ગામ અને પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી છવાઈ ગઈ છે.