અમદાવાદ ખાખીની ખટપટ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

ઓનલાઇન ડિલિવરી એપ મારફતે ડ્રગ્સ હેરાફેરીનો પર્દાફાશ: રિસીવરની ધરપકડ, મોટું નેટવર્ક પકડાવવાની શક્યતા

અમદાવાદ / ક્રાઈમ બ્રેકિંગ:

અમદાવાદ શહેરમાં ઓનલાઇન ડિલિવરી સર્વિસ પોર્ટર (Porter) મારફતે હાથ ધરાતી MD ડ્રગ્સની હેરાફેરીનો એક ચોંકાવનારો પર્દાફાશ થયો છે. ડિલિવરી બોયની સમયસૂચકતા અને જાગૃતિના કારણે ડ્રગ્સની મોટી ખેપ પકડાઈ ગઈ છે.

 ગોતા પહોંચાડવાનું હતું પાર્સલ: નાના ચિલોડા ખાતેથી ગોતા વિસ્તારમાં પહોંચાડવાના એક પાર્સલ અંગે પોર્ટર કર્મચારીને શંકા ગઈ હતી. તેણે પાર્સલ ખોલીને તપાસ કરતા અંદરથી સંદિગ્ધ પડીકીમાં રહેલો MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

 પોલીસની તાત્કાલિક કાર્યવાહી: ડિલિવરી કર્મચારીએ સહેજ પણ વિલંબ કર્યા વગર તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. નરોડા પોલીસની ટીમે સ્થળ પર પહોંચી ડ્રગ્સનો જથ્થો પોતાના કબજામાં લીધો હતો.

 રેકેટનો પર્દાફાશ કરવા તપાસ લંબાવાઈ: પોલીસે પાર્સલ મેળવનાર વ્યક્તિને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ડ્રગ્સ આગળ અન્ય કોઈ વ્યક્તિને ડિલિવર કરવાનું હતું. નરોડા પોલીસે સમગ્ર ડ્રગ્સ રેકેટની કડીઓ મેળવવા વધુ તપાસ હાથ ધરી છે.

You may also like

ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »