ખાખીની ખટપટ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

LCBનો ધમાકેદાર સપાટો:૪૮ ગુનાઓમાં સંડોવાયેલો આશીફ રૂપાલ હથિયાર સાથે ઝડપાયો

આણંદ / ક્રાઈમ બ્રેકિંગ:

આણંદ એલસીબી (LCB) પોલીસે ખંભાતના નગરા રોડ પરથી એક સરાહનીય કાર્યવાહી કરીને ૫ પોલીસ સ્ટેશનના ૧૨ જેટલા ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા અને અગાઉ ૪૮ જેટલા ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત રીઢા ગુનેગાર આશીફ રૂપાલને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડ્યો છે.

 દેશી પિસ્તોલ અને જીવતા કારતુસ જપ્ત: પોલીસે સફળ દરોડો પાડીને આરોપી આશીફ રૂપાલ પાસેથી એક દેશી પિસ્તોલ અને જીવતા કારતુસ સહિત કુલ ₹૮૫,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

 સાયલેન્સર ચોરી સહિત અનેક ગુનાઓમાં સંડોવણી: આશીફ રૂપાલ અગાઉ સાયલેન્સર ચોરી તેમજ અનેક ગંભીર અપરાધો આચરી ચૂક્યો છે. તે ખંભાત અને આસપાસના વિસ્તારમાં સતત ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતો હતો.

 પિસ્તોલ સપ્લાયરને પકડવા તપાસ તેજ: આ પિસ્તોલ સપ્લાય કરનાર ઈરફાન મન્સુરીને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા કુખ્યાત આરોપીના વધુ કનેક્શન શોધવા માટે પોલીસ દ્વારા તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

You may also like

ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »