ક્રાઇમ બ્રેકિંગ ન્યૂઝ જૂનાગઢ ખાખીની ખટપટ

વન વિભાગમાં દોડધામ: એન.જી. મિલ પાસેથી લવાયા કે ફેંકાયા? ૫૧ કાચબાના મોતનું રહસ્ય અકબંધ

જુનાગઢ / માણાવદર / વાઈલ્ડલાઈફ બ્રેકિંગ:

જુનાગઢ જિલ્લાના માણાવદર પંથકમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. માણાવદર નજીક આવેલી એન.જી. મિલ પાસેથી અચાનક મોટી સંખ્યામાં એટલે કે કુલ ૫૧ જેટલા કાચબાના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

 વન વિભાગનો સ્ટાફ દોડતો થયો:

આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વન વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં આ કાચબાના મૃતદેહ કોણ નાખી ગયું અને ક્યાંથી આવ્યા તે અંગે કોઈ સચોટ માહિતી મળી શકી નથી, જેને લઈને વન વિભાગે ગંભીરતાથી તપાસ શરૂ કરી છે.

 પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર નજર:

મૃત્યુ પામેલા તમામ કાચબાના મૃતદેહોને વધુ તપાસ અર્થે અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે પી એમ (પોસ્ટમોર્ટમ) માટે ખસેડવામાં આવ્યા છે. વન વિભાગના જણાવ્યા મુજબ, પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ કાચબાના મોતનું અસલી અને સ્પષ્ટ કારણ સામે આવશે.

You may also like

જૂનાગઢ મહાનગરનો લલકાર

Junagadh: 105 કિમી સુધીની સાયક્લોથોન, રજીસ્ટ્રેશન શરૂ

જૂનાગઢઃ જૂનાગઢની વોકિંગ ક્લબ દ્વારા કેન્દ્ર સરકારના ફીટ ઈન્ડિયા અભિયાનને ટેકો આપવાના હેતુંથી તા.22 ડિસેમ્બરના રોજ જૂનાગઢથી જામવાળા સુધી 105
જૂનાગઢ મહાનગરનો લલકાર

દાતાને વંદનઃ જૂનાગઢ જિલ્લાંના 4 ગામનાં 1200 ખેડૂતોને ₹2 કરોડની સહાય, વતન માટે વ્હાલ વરસ્યુ

અમદાવાદઃ વતનનું ઋણ ચૂકવવા માટે અનેક એવા લોકો આફત આવ્યે મદદ કરે છે. કમૌસમી વરસાદના કારણે ખેડૂતોને કફોડી હાલતમાંથી બેઠા
Translate »