જૂનાગઢ / ગીર વાઇલ્ડલાઇફ બ્રેકિંગ:
જૂનાગઢના ગિરનાર અભયારણ્ય નજીક આવેલા પ્લાસવા પાસે ગઈકાલે મોડી રાત્રે એક મોટી હોનારત ટળી છે. રેલવે ટ્રેક પર અચાનક ૯ સિંહોનું ટોળું આવી ચડતાં વનવિભાગનું તંત્ર દોડતું થયું હતું.
૩ સિંહણ અને ૬ સિંહબાળ: રેલવે ટ્રેક પર ૩ સિંહણ અને ૬ નાના સિંહબાળ સહિત કુલ ૯ સિંહોની અવરજવર જોવા મળી હતી.
વનવિભાગની ત્વરિત કામગીરી: ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ વનવિભાગની ડુંગર દક્ષિણ રેન્જના વનકર્મીઓ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
સુરક્ષિત રીતે જંગલ તરફ ખસેડાયા: વનકર્મીઓએ ભારે મશક્કત બાદ સિંહોના આ સમગ્ર પરિવારને કોઈ પણ જાતની ઈજા વગર સુરક્ષિત રીતે ગિરનારના જંગલ તરફ વાળી દીધા હતા, જેનાથી ટ્રેન અકસ્માતનો મોટો ભય ટળ્યો હતો.