લાઇફસ્ટાઇલ યુટિલિટી ભારતનો લલકાર

જિયો પ્લેટફોર્મ્સનો મેગા IPO, ધીરૂભાઈની વારસાથી લઈને 53 કરોડ ગ્રાહકો સુધીની ઐતિહાસિક સફર

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ડિજિટલ કંપની જિયો પ્લેટફોર્મ્સનો મેગા IPO ભારતના ઈતિહાસનો સૌથી મોટો IPO બનવા જઈ રહ્યો છે.

મુખ્ય વિગતો:
IPO સાઈઝ: લગભગ રૂ. 30,188 કરોડ થી 30,213 કરોડ
પ્રાઈસ બેન્ડ: રૂ. 1065 થી 1119 પ્રતિ શેર
ખૂલશે: 21 ઓક્ટોબર, બંધ થશે: 23 ઓક્ટોબર
લિસ્ટિંગ: 28 ઓક્ટોબર 2026 ના રોજ BSE- NSE પર
એન્કર બિડિંગ: 19 ઓક્ટોબર

ધીરૂભાઈની વારસાથી જોડાણ:
મુંબઈમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કોટક મહિન્દ્રા બેંકના ફાઉન્ડર ઉદય કોટકે આ IPOને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. તેમણે યાદ અપાવ્યું કે 1977માં ધીરૂભાઈ અંબાણીએ રિલાયન્સ ટેક્સટાઈલનો IPO લાવીને સામાન્ય ભારતીયોને શેરહોલ્ડર બનાવ્યા હતા, અને એ જ વારસો આજે આકાશ અને ઈશા અંબાણીના નેતૃત્વમાં જિયો આગળ વધારી રહ્યું છે.

53 કરોડ ગ્રાહકો સુધીની સફર:
2016માં લોન્ચ થયા બાદ જિયોએ આજે 53 કરોડથી વધુ ગ્રાહકોનો આંકડો પાર કર્યો છે, જે ભારતની 100 કરોડ 4G/5G યુઝર ક્રાંતિનો મોટો હિસ્સો છે. કંપનીની આવક રૂ. 1,46,885 કરોડ અને EBITDA રૂ.76,000 કરોડથી વધુ હોવાનું જણાવાયું છે.

આ IPO માત્ર ફંડ એકત્ર કરવા માટે નહીં, પણ રિલાયન્સના ડિજિટલ અને ટેલિકોમ બિઝનેસને પબ્લિક માર્કેટમાં લાવવાનું મોટું પગલું છે.

You may also like

NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »