મુંબઈ / ક્રાઇમ બ્રેકિંગ:
મુંબઈના પોશ જુહૂ વિસ્તારમાં બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ (Tiger Shroff)ની BMW કાર પર થયેલા ફાયરિંગથી ભારે ચકચાર મચી ગઈ છે. કાર પર અજાણ્યા હુમલાખોરો દ્વારા ૫ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું,જેમાં ગન પાઉડર ઊડવાના કારણે ટાઇગર શ્રોફનો જમણો હાથ દાઝી ગયો છે.
ડ્રાઇવર અને ઓટોચાલક ઈજાગ્રસ્ત: આ હુમલામાં ટાઇગર શ્રોફનો ડ્રાઇવર અને નજીકથી પસાર થઈ રહેલો એક ઓટોચાલક પણ ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ડેપ્યુટી CM એકનાથ શિંદેની મુલાકાત: ઘટનાની જાણ થતાં જ મહારાષ્ટ્રના ડેપ્યુટી CM એકનાથ શિંદે ત્વરિત ટાઇગર શ્રોફના ઘરે પહોંચ્યા હતા અને તેમની મુલાકાત લીધી હતી. તેમણે પરિવારને શાંત્વના આપતાં દોષિતો સામે આકરામાં આકરાં કાનૂની પગલાં ભરવાની ખાતરી આપી છે.
એક શંકાસ્પદ કસ્ટડીમાં: મુંબઈ પોલીસે સમગ્ર મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને એક શંકાસ્પદ શખ્સની અટકાયત કરી છે અને આ ફાયરિંગ પાછળના કારણો તથા મુખ્ય આરોપીઓ સુધી પહોંચવા તપાસ તેજ બનાવી છે.