રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યાત્રાધામ દ્વારકા સ્થિત સુપ્રસિદ્ધ જગતમંદિરની મુલાકાત લઈને ભગવાન શ્રી દ્વારકાધીશજીના ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. આ પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીએ ભગવાન શ્રી દ્વારકાધીશજીના ચરણોમાં શીશ ઝુકાવીને સમગ્ર ગુજરાત રાજ્યની સુખાકારી, શાંતિ, અવિરત સમૃદ્ધિ અને રાજ્યના તમામ નાગરિકોના કલ્યાણ માટે વિશેષ પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચો: રહેણાંક વિસ્તારમાં ૩૦૦ મીટર દૂર દેખાયા સિંહ
મુખ્યમંત્રીની જગતમંદિર ખાતેની આ મુલાકાત દરમિયાન દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર તેમજ મંદિરના પૂજારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટ અને પૂજારીગણ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભગવાન દ્વારકાધીશજીની પવિત્ર છબી તેમજ પ્રસાદ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીના આગમનને પગલે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.

