કૃષિ બ્રેકિંગ:
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ચાર મહત્વના જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત (અછતગ્રસ્ત) જાહેર કરવામાં આવ્યા છે. ઓછા વરસાદ અને પાણીની અછતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ મોટો નિર્ણય લીધો છે, જેનાથી આ વિસ્તારના ખેડૂતોને મોટી રાહત મળશે.
કયા ચાર જિલ્લાઓ જાહેર થયા દુષ્કાળગ્રસ્ત?
સરકારના સત્તાવાર આદેશ મુજબ દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ અને પોરબંદર એમ કુલ ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે.
ખેડૂતો માટે આર્થિક સહાયની જોગવાઈ:
દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયેલા આ જિલ્લાઓના પ્રભાવિત ખેડૂતોને સહાયરૂપ થવા માટે રાજ્ય સરકારે સહાય પેકેજ જાહેર કર્યું છે. જે અંતર્ગત ખેડૂતોને હેક્ટર દીઠ ₹૮,૫૦૦ની આર્થિક સહાય ચૂકવવામાં આવશે, જે વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદા સુધી જ લાગુ રહેશે. આ જાહેરાતથી સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઈ છે.