મહાનગરનો લલકાર

અંકલેશ્વર GIDCમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ

અંકલેશ્વર / ભરૂચ બ્રેકિંગ:

ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા અંકલેશ્વર GIDCમાં વધુ એક વાર આગ લાગવાની ઘટના સામે આવતાં દોડધામ મચી ગઈ છે. GIDC વિસ્તારમાં આવેલી ‘ઓરિએન્ટ એરો’ (Orient Aero) નામના કેમિકલ એકમમાં અચાનક આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

 આકાશમાં ધુમાડાના ગોટેગોટા: કેમિકલ કંપનીમાં આગ લાગતાં જ કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર દૂર સુધી નજરે પડ્યા હતા.

 ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરી: ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ૨ ફાયર ફાયટરોની મદદથી વહેલી તકે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો.

 મોટી જાનહાનિ ટળી: સદનસીબે આ આગની હોનારતમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. જોકે, અંકલેશ્વર GIDCમાં અવારનવાર બનતી આવી આગની ઘટનાઓને પગલે ઉદ્યોગોમાં સુરક્ષાની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »