રાજકોટ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

રાજકોટમાં સનસનાટી:ગેસ લાઈનમાં લાગી ભીષણ આગ

રાજકોટ / સ્થાનિક બ્રેકિંગ:

રાજકોટ શહેરના જાણીતા હેમુ ગઢવી હોલ પાસે આવેલી ‘ખાવ ગલી’માં અચાનક ગેસની પાઇપલાઇનમાં ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે.

 કામગીરી દરમિયાન દુર્ઘટના: પ્રાથમિક વિગતો અનુસાર, ગેસ પાઇપલાઇનનું રિપેરિંગ અથવા તો નવી લાઈન નાખવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક જ ગેસ ગળતર સાથે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.

 આગે લીધું વિકરાળ સ્વરૂપ: જોતજોતામાં આગે જોર પકડ્યું હતું અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બનાવમાં એક વ્યક્તિ દાઝી જતાં તેને સામાન્ય ઈજાઓ પહોંચી છે.

 વેપારીઓમાં દોડધામ: ઘટનાની જાણ થતાં જ આસપાસના ખાણીપીણીના વેપારીઓ અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડ તથા ગેસ કંપનીને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.

You may also like

ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »