ગાંધીનગર / રાજકીય બ્રેકિંગ:
ગુજરાતમાં પોલીસ દમન, તાનાશાહી અને કથિત ખોટા પોલીસ કેસોના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગાંધીનગર સ્થિત ગુજરાત પોલીસ ભવન ખાતે આવેદનપત્ર આપવાનો ભડાકાભેર કાર્યક્રમ યોજાયો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ગાંધીનગરમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.
બેરિકેટિંગ તોડી પોલીસ ભવનમાં પ્રવેશ:
નેતા અમિત ચાવડા અને જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ગાંધીનગર ખાતે ઉમટી પડ્યા હતા. વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા કાર્યકરોએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી અને પોલીસ દ્વારા લગાવવામાં આવેલા બેરિકેટિંગને તોડીને પોલીસ ભવનની અંદર ઘૂસી ગયા હતા. આ દરમિયાન “પોલીસ પ્રશાસન મુર્દાબાદ”ના નારાથી પરિસર ગુંજી ઉઠ્યું હતું.
નેતાઓના આકરા પ્રહારો:
આ પ્રસંગે કરશનદાસ બાપુ ભાદરકાએ નિવેદન આપ્યું હતું કે ગુજરાત સરકાર મુખત્યારશાહીઓના હાથમાં આવી ગઈ છે અને ભાજપ સત્તાના નશામાં ગમે તે વ્યક્તિ પર ખોટી એફઆઈઆર (FIR) કરી રહી છે. બીજી તરફ, હેમાંગ મહિપતરામ રાવલે પણ રાજ્યમાં કોંગ્રેસના કાર્યકરો પર થઈ રહેલા પોલીસ દમન સામે ઉગ્ર આક્ષેપો કર્યા હતા.