ગાંધીનગર / મ્યુનિસિપલ બ્રેકિંગ:
ગાંધીનગર મહાનગરપાલિકા (GMC)ની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત બાદ નવા પદાધિકારીઓની વરણીને લઈને ચાલી રહેલી અટકળોનો આજે સત્તાવાર રીતે અંત આવ્યો છે. યોજાયેલી સામાન્ય સભામાં પાટનગરના નવા શાસકોના નામોની આખરી જાહેરાત કરવામાં આવી છે, જેમાં યુવા ચહેરાઓ પર વિશેષ પસંદગી ઉતારવામાં આવી છે.
રૂપસિંહ ઠાકોર બન્યા નવા મેયર:
ગાંધીનગર મનપાના નવા મેયર તરીકે ૨૯ વર્ષીય યુવા નેતા રૂપસિંહ ઠાકોરની વરણી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે અંજનાબેન મહેતાના નામ પર મહોર વાગી છે.
મહેન્દ્ર પટેલ સંભાળશે સ્ટેન્ડિંગ કમિટી:
આ ઉપરાંત પાલિકાની સૌથી મહત્વની એવી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે મહેન્દ્ર પટેલના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ૪૪માંથી ૩૮ બેઠકો જીતીને સત્તા મેળવનાર ભાજપના આ નવા પદાધિકારીઓની વરણીથી સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગાંધીનગર મનપાની સામાન્ય સભામાં સત્તાવાર જાહેરાત