પોલિટિક્સ બ્રેકિંગ ન્યૂઝ ગાંધીનગર ભારતનો લલકાર ગુજરાતનો લલકાર

ખેડૂતો સાથે અન્યાય? ૧૫ જિલ્લાના ૪૫ તાલુકામાં ૭૦% સુધી વરસાદની ઘટ છતાં દુષ્કાળ સહાયથી રખાયા વંચિત!

ગાંધીનગર / કૃષિ બ્રેકિંગ:

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી હેક્ટર દીઠ ₹૮,૫૦૦ની સહાય આપવાની જાહેરાત બાદ નવો વિવાદ સર્જાયો છે. રાજ્યના અસંખ્ય વિસ્તારોમાં ઓછો વરસાદ થયો હોવા છતાં અન્ય પ્રભાવિત તાલુકાઓને સહાયમાંથી બાકાત રાખવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 ૪૫ તાલુકાઓમાં વરસાદની મોટી ઘટ:

રાજ્યના ૧૫ જિલ્લાના ૪૫ તાલુકાઓમાં ૪૦% થી લઈને ૭૦% સુધી વરસાદની વ્યાપક ઘટ નોંધાઈ છે, છતાં સરકારે તેમને દુષ્કાળગ્રસ્ત યાદીમાંથી બહાર રાખ્યા છે. આંકડા મુજબ, રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સૌથી વધુ ૭૦.૧૨% વરસાદની ભારે ઘટ નોંધાઈ છે, જેના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે.

 આંદોલનની ચીમકીથી રાજકારણ ગરમાયું:

સરકારની આ પક્ષપાતી નીતિ સામે વિવિધ ખેડૂત આગેવાનો અને સંસ્થાઓએ વિરોધ નોંધાવી આંદોલનની કડક ચીમકી આપી છે. વંચિત રહેલા તમામ ૪૫ તાલુકાઓને યોગ્ય સહાય આપવાની માંગ સાથે રાજ્યભરમાં આ મુદ્દો અત્યંત ગરમાયો છે.

You may also like

ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »