વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ અને ટેસ્લા-સ્પેસએક્સના વડા એલોન મસ્કે (Elon Musk) અમેરિકાની આગામી પેઢી માટે એક અત્યંત ચોંકાવનારી અને ઐતિહાસિક યોજનાની જાહેરાત કરી છે. મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર દાવો કર્યો છે કે તેઓ અમેરિકાના આશરે 7.2 કરોડ બાળકોને તેમની અંતરિક્ષ અને AI કંપની SpaceXના શેર ભેટમાં આપશે. આ મહત્વાકાંક્ષી યોજના હેઠળ, શરૂઆતમાં દરેક બાળકને SpaceXના બે શેર (એક કંપની તરફથી અને એક મસ્ક તરફથી અંગત રીતે) આપવામાં આવશે, અને ત્યારબાદ દર વર્ષે દરેક બાળકને એક વધારાનો શેર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો: ખનીજ માફિયાઓ પર ફ્લાઈંગ સ્કવોડનો સપાટો
બજારના વર્તમાન મૂલ્યાંકન મુજબ, એલોન મસ્કની આ ભેટનું અંદાજિત કુલ મૂલ્ય 18.4 અબજ ડોલર એટલે કે ભારતીય ચલણ મુજબ લગભગ ₹1.70 લાખ કરોડ જેટલું થવા જાય છે. મળતી વિગતો અનુસાર, કંપની તરફથી આપવામાં આવનાર શેરનું ટ્રાન્સફર આગામી મહિનાથી (ડિસેમ્બર) શરૂ થશે, જ્યારે મસ્કના અંગત હિસ્સાના શેર જૂન 2027માં લોકઅપ પિરિયડ પૂરો થયા બાદ ટ્રાન્સફર કરવામાં આવશે. આ શેર અમેરિકી સરકારની ‘ટ્રમ્પ એકાઉન્ટ્સ’ (Trump Accounts) યોજના હેઠળ સક્રિય બાળકોના ખાતામાં જમા કરાવવાની દિશામાં વિચારણા ચાલી રહી છે, જોકે શેરની ફાળવણી અને ટ્રાન્સફરની ચોક્કસ પ્રક્રિયા અંગે હજુ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.

1 thought on “વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્કની ઐતિહાસિક જાહેરાત”