ગાંધીનગર / કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સ:
ગાંધીનગર જિલ્લા અને શહેર કોંગ્રેસની સંયુક્ત વિદ્યુત કારોબારી બેઠક યોજાઈ હતી. AICC પ્રભારી તથા મહારાષ્ટ્રના સાંસદ શ્યામકુમાર બારવે અને ઉત્તર ઝોન પ્રભારી શુભાશિની યાદવની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ બેઠકમાં આગામી કાર્યક્રમો અને સંગઠનાત્મક રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
‘વોટ બચાવો, લોકશાહી બચાવો’ અભિયાન:
કારોબારી બેઠક બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ નેતાઓએ મતદારોના અધિકારો, મતદાર યાદીની પારદર્શિતા અને દેશની લોકશાહી વ્યવસ્થા સામે ઊભા થયેલા જોખમો અંગે ભાજપ સરકાર પર તીખા પ્રહારો કર્યા હતા.
ચૂંટણી પંચ અને ભાજપ પર ગંભીર આક્ષેપો:
કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ કર્યો કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી અને ત્યારબાદ હરિયાણા-મહારાષ્ટ્ર ચૂંટણીથી જ ભાજપ ચૂંટણી પંચને પોતાની કઠપૂતળીની જેમ ચલાવી રહ્યું છે.
ચૂંટણી આયુક્તની નિયુક્તિના નિયમો બદલીને ગેરકાયદે કામો કરાવાયા હોવાનો દાવો કરાયો છે.
ભાજપ ૬૦-૭૦ હજાર મતદારોવાળા વિસ્તારોમાં અચાનક ૩૫થી ૪૦ હજાર બોગસ વોટ વધારીને બેઠકો જીતી રહ્યું હોવાનો આક્ષેપ કરાયો હતો. કામઠી વિધાનસભામાં ૧.૫૦ લાખ મતદારોનું મેપિંગ થતું નથી તે મુદ્દે સવાલ ઉઠાવતાં કોંગ્રેસે સ્પષ્ટ કર્યું કે ચૂંટણી પંચના બદલે ભાજપ જવાબો આપી રહ્યું છે, જે લોકશાહી માટે ખતરો છે.