સુરત / નવરાત્રિ કોન્ટ્રોવર્સી:
સુરતના સચીન-તલંગપુર વિસ્તારમાંથી એક અત્યંત શરમજનક અને ધાર્મિક ભાવના દુભાવતી ઘટના સામે આવી છે. જ્યાં મા દુર્ગાની આરાધના, ગરબા અને સ્તુતિ ગૂંજવા જોઈતા હતા, તે પવિત્ર દુર્ગા પંડાલમાં ‘શીલા કી જવાની’ જેવું અશ્લીલ આઈટમ સોંગ વગાડાતાં સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
ધાર્મિક ગરિમાના ધજાગરા: પવિત્ર નવરાત્રિ મહોત્સવ દરમિયાન આસ્થાના કેન્દ્ર સમાન મંડપમાં ફિલ્મી ગીતો પીરસીને આયોજકો અને ડીજે સંચાલકોએ મનોરંજનના નામે ધાર્મિક લાગણીઓ સાથે રમત રમી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.
આયોજકો અને ડીજે સામે રોષ: આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં જ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, “શું આસ્થાના મંચ પર ભક્તિગીતો ખૂટી પડ્યા હતા?” સમાજમાં આવા કૃત્ય સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.
સચિન પોલીસ દ્વારા તપાસ: સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સચિન પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે માત્ર કાગળો ભરાશે કે પછી ધાર્મિક લાગણી દુભાવનારા આયોજકો અને ડીજે સંચાલકો સામે દાખલારૂપ કડક કાનૂની કાર્યવાહી કે FIR થશે.