અમદાવાદ / સાયબર ક્રાઇમ બ્રેકિંગ:
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચને બહુ મોટી સફળતા મળી છે. ગરબાના નામે નકલી ટિકિટ અને પાસ વેચીને નાગરિકો સાથે છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ કરીને રાજસ્થાનના સીકર ખાતેથી બે ભેજાબાજોની ધરપકડ કરવામાં આવી છે.
ઝડપાયેલા આરોપીઓ: સાયબર ક્રાઇમની ટીમે રાજસ્થાનથી ૨૧ વર્ષીય વીરેન્દ્રસિંહ રાજપૂત અને ૨૨ વર્ષીય કિશનસિંહ રાઠોડની અટકાયત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
ઇન્સ્ટાગ્રામ પર આપતા સસ્તા પાસની જાહેરાત: આરોપીઓ “વીર રાજપૂત” નામના ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા સસ્તા ભાવે ગરબાના પાસ આપવાની લોભામણી જાહેરાતો મૂકીને લોકો સાથે ઠગાઈ આચરતા હતા.
૨૫થી વધુ ગરબા આયોજકોના લોગોનો દુરુપયોગ: આ ભેજાબાજોએ અમદાવાદના ૨૫ જેટલા જાણીતા ગરબા આયોજકોના નામ અને લોગોનો ગેરકાયદેસર દુરુપયોગ કરીને નકલી પાસ તૈયાર કર્યા હતા.