વર્લ્ડ બ્રેકિંગ / દુબઈ:
તેના અદભુત અને ભવ્ય આકર્ષણો માટે સમગ્ર વિશ્વમાં જાણીતા દુબઈ શહેરમાં વધુ એક અનોખો અને ઐતિહાસિક પ્રોજેક્ટ સાકાર થવા જઈ રહ્યો છે. દુબઈ ગોલ્ડ ડિસ્ટ્રિક્ટ દ્વારા વર્ષ ૨૦૨૬ ના અંત પહેલા દુનિયાનો સર્વપ્રથમ ૨૪ કેરેટ ગોલ્ડ વોકવે (સોનાનો રસ્તો) બનાવવાની તૈયારીઓ પૂર્ણરે મંચ પર આવી ગઈ છે.
બે મહિનામાં ખુલી શકે છે વોકવે:
દુબઈ ગોલ્ડ ડિસ્ટ્રિક્ટના ડિરેક્ટર રાશિદ અલ હરમુદીના જણાવ્યા અનુસાર, આ અતિ-આકર્ષક વોકવે આગામી બે મહિનાની અંદર જ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવી શકે છે. આ ખાસ રસ્તા પર ચાલવાનો રોમાંચક અનુભવ દુબઈની મુલાકાતે આવતા પર્યટકો અને સ્થાનિક નાગરિકો મેળવી શકશે.
વિગતો હજુ અકબંધ:
હાલમાં આ સોનાના વોકવેની વાસ્તવિક લંબાઈ અને તેના નિર્માણ પાછળ થનારા કુલ ખર્ચ અંગેની સત્તાવાર જાણકારીઓ સામે આવી નથી, પરંતુ આ પ્રોજેક્ટને લઈને દુનિયાભરમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.