સુરત અમદાવાદ ખાખીની ખટપટ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

ગુજરાતમાં ઘૂસાડાતો ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપાયો: રામોલ હદમાંથી દિલ્હી-મેરઠના ૩ શાતિર પેડલરોની ધરપકડ

અમદાવાદ-સુરત / ક્રાઈમ બ્રેકિંગ:

અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે એક અત્યંત સચોટ બાતમીના આધારે અમદાવાદ એક્સપ્રેસ હાઈવે સીટીએમ (CTM) ટોલનાકા પાસે રામોલ પોલીસ સ્ટેશનની હદમાં દરોડો પાડીને કરોડો રૂપિયાના આંતર-રાજ્ય ડ્રગ્સ નેટવર્કને સફળતાપૂર્વક તોડી પાડ્યું છે.

 ₹૨૫.૫ કરોડનો ડ્રગ્સનો જથ્થો જપ્ત: પોલીસે દરોડા દરમિયાન ૪,૫૩૧.૨૨૦ ગ્રામ (આશરે ૪.૫ કિલો) હેરોઇન (જેની બજાર કિંમત ₹૫ કરોડ/કિલો) અને ૨,૪૯૭.૪૯૦ ગ્રામ (આશરે ૨.૫ કિલો) MD ડ્રગ્સ (જેની બજાર કિંમત ₹૧.૨ કરોડ/કિલો) મળીને કુલ ₹૨૫.૫ કરોડ નો ઝેરી પદાર્થોનો જથ્થો જપ્ત કર્યો છે.

 ૩ કુખ્યાત આરોપીઓ પકડાયા:

૧. તિફેલ નોખેજ (૪૪, નવી દિલ્હી): વર્ષ ૨૦૧૯માં ૩૦૦ કિલો હેરોઇન દાણચોરીનો આરોપી.

૨. મોહમ્મદ ઇમરાન અલ્વી (૩૮, મેરઠ): છેડતી અને માનવ તસ્કરીનો કુખ્યાત ગુનેગાર.

૩. કફીલ અહેમદ (૫૯, નવી દિલ્હી): અગાઉ ચરસ, MD અને એલ્પાઝોલમ સાથે પકડાયેલો ગુનેગાર.

 નેટવર્કનો પર્દાફાશ: ગુજરાતમાં ઘૂસાડવાના ઈરાદાથી સાથે લાવવામાં આવેલા આ ડ્રગ્સ રેકેટના વ્યુહને ક્રાઇમ બ્રાન્ચે નિષ્ફળ બનાવીને વધુ તપાસ હાથ ધરી છે.

You may also like

ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »