નેશનલ / ટ્રાન્સપોર્ટ બ્રેકિંગ:
દેશના તમામ ડ્રાઇવિંગ લાઇસન્સ ધારકો માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મોટા અને અત્યંત રાહતજનક સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત સેવાઓને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવા માટે નવા નિયમોનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે.
ફ્રી અપડેટ અને ઓનલાઇન સેવાઓ: નવા પ્રસ્તાવ મુજબ, લાઇસન્સમાં સરનામું કે મોબાઇલ નંબર અપડેટ કરવા માટે હવે એક પણ રૂપિયો ફી ચૂકવવી નહીં પડે. આ સિવાય આધાર-આધારિત ઓનલાઇન સેવાઓ પણ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવશે.
૧૫ અને ૩૦ દિવસની કડક સમયમર્યાદા:
નામ કે વિગતો બદલવાની અરજી પર હવે માત્ર ૧૫ દિવસમાં નિર્ણય લેવામાં આવશે.
જો સરનામું બદલવાની અરજીનો ૩૦ દિવસમાં આખરી નિકાલ નહીં થાય, તો તે આપમેળે મંજૂર (Auto-Approved) ગણાશે.
નવા સુધારા અને સરાહનીય સુવિધાઓ:
DL રિન્યુઅલ અને નવી વાહન કેટેગરી ઉમેરવા માટે ‘ફોર્મ 2A’ લાવવાનો પ્રસ્તાવ છે.
સરનામાના પુરાવા તરીકે હવે વીજળી બિલ અને ગેસ બિલ ને પણ માન્યતા મળશે.
સારથી (Sarathi) પોર્ટલ પર ઓટોફીલ (Auto-fill) ની સુવિધા તેમજ ઈમરજન્સી કોન્ટેક્ટ અને અંગદાન (Organ Donation) માટે પણ વિકલ્પ ઉમેરાશે.