દ્વારકા / દેવભૂમિ બ્રેકિંગ:
દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના બજાણા ગામે અજાણ્યા તત્વો દ્વારા નર્મદાની મુખ્ય પાણીની પાઇપલાઇનનો એર વાલ્વ તોડી પાડવાની એક શરમજનક અને અત્યંત ગંભીર ઘટના સામે આવી છે.
લાખો લીટર પાણીનો વેડફાટ: એક તરફ વિસ્તારમાં પાણીની અછત વર્તાઈ રહી છે, ત્યાં બીજી તરફ અજાણ્યા ઈસમોની આ કાળી કરતૂતને કારણે લાખો લીટર કિંમતી નર્મદાનું પાણી રોડ અને ખેતરોમાં વહી જતાં ભારે વેડફાટ થયો હતો.
૧૮ ગામોમાં જળસંકટ: પાઇપલાઇનનો વાલ્વ તૂટી જતાં અને પુરવઠો બંધ કરવો પડતાં આસપાસના ૧૮થી વધુ ગામોમાં પાણીનો પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે, જેનાથી ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
તંત્ર સમક્ષ કાર્યવાહીની માંગ: બનાવની જાણ થતાં જ પાણી પુરવઠા વિભાગ દોડતો થયો છે. સ્થાનિક લોકો અને વાલીઓએ કિંમતી પાણીનો ખોટો વેડફાટ કરનારા અને ૧૮ ગામોને તરસ્યા રાખનારા અસામાજિક તત્વો સામે તાત્કાલિક ગુનો નોંધી કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી છે.