પોલિટિક્સ બ્રેકિંગ ન્યૂઝ ભારતનો લલકાર મહાનગરનો લલકાર

દિલ્હીમાં રાજકીય માહોલ ગરમાયો: ૧ નવેમ્બરે રાહુલ ગાંધીની ‘ઇન્ડિયા’ ગઠબંધનની વિશાળ રેલી, તો સામે ભાજપની પણ માર્ચ!

દિલ્હી / નેશનલ પોલિટિક્સ બ્રેકિંગ:

દેશની રાજધાની દિલ્હીમાં આગામી ૧ નવેમ્બરના રોજ રાજકીય પારો અત્યંત ઊંચો રહેવાની પૂરેપૂરી શક્યતા છે. એક તરફ વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા’ (INDIA) દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવશે, તો બીજી તરફ શાસક પક્ષ ભાજપ પણ મેદાનમાં ઉતરશે, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે.

 કોંગ્રેસની રામલીલા મેદાનમાં રેલી:

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે વિપક્ષી ગઠબંધનની એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા આ રેલીમાં ૧૦ લાખ લોકો એકત્રિત થવાનો મોટો દાવો કરવામાં આવ્યો છે. આ રેલીમાં સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિતના દિગ્ગજ નેતાઓ હાજરી આપે તેવી પ્રબળ સંભાવના છે.

 ભાજપની હરિનગર માર્ચ:

બીજી બાજુ, ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ વળતી રણનીતિના ભાગરૂપે ૧ નવેમ્બરે સવારે ૧૧ વાગ્યે હરિનગર ખાતે એક વિશેષ માર્ચ યોજવાની તૈયારી કરવામાં આવી છે. આ માર્ચમાં ૧૯૮૪ના કુખ્યાત શીખ વિરોધી રમખાણોના પીડિત પરિવારો પણ મોટી સંખ્યામાં જોડાવાના છે, જેને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે.

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »