અમદાવાદ ખાખીની ખટપટ

બંધ ફ્લેટમાંથી મોટી બેગમાં ૬૦ વર્ષીય વૃદ્ધાની લાશ મળી!

અમદાવાદ / ક્રાઇમ બ્રેકિંગ:

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલ જીવનરક્ષા એપાર્ટમેન્ટ માંથી એક અત્યંત ચોંકાવનારી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે. એપાર્ટમેન્ટના એક બંધ ફ્લેટમાંથી ૬૦ વર્ષીય વૃદ્ધા લક્ષ્મીબેન ડાભીની મોટી બેગમાં ભરેલી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

 અસહ્ય દુર્ગંધથી પોલ ખુલી: બંધ ફ્લેટમાંથી તીવ્ર દુર્ગંધ આવવા લાગતાં સ્થાનિક રહીશોએ તાત્કાલિક ખોખરા પોલીસને જાણ કરી હતી.

 હત્યાની આશંકા: પોલીસે સ્થળ પર પહોંચી FSLની ટીમ સાથે તપાસ હાથ ધરતાં પ્રાથમિક તારણ મુજબ વૃદ્ધાની હત્યા કરીને તેમની લાશને બેગમાં છુપાવી દેવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે.

 પોલીસ તપાસ તેજ: ખોખરા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને ફ્લેટના માલિક, આસપાસના સીસીટીવી ફુટેજ અને શંકાસ્પદ શખ્સોની દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.

You may also like

Ahmedabad Food Festival
અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

સાબરમતી નદીના કિનારે ફૂડ ફોર થોટ ફેસ્ટ-2025નું ઉદઘાટન, વૈશ્વિક વાનગીઓનો અનોખો જલસો

અમદાવાદઃ સાબરમતી નદીના કિનારે આજથી (તા. 13 નવેમ્બર 2025) ફૂડ ફેસ્ટિવલ-ફૂડ ફોર થોટ ફેસ્ટની થીમ અંતર્ગત શરૂ થઈ ગયો છે.
Winter Ahmedabad, Pollution
અમદાવાદ મહાનગરનો લલકાર

Air Pollution: અમદાવાદની હવા ઝેરીઃ AQI 200ને પાર

અમદાવાદઃ શિયાળું સીઝનમાં ગેસ ચેમ્બર બની જતા દિલ્હી સિટીમાં સ્થિતિ વણસી રહી છે. જોકે, આવી જ સ્થિતિ મહાનગર અમદાવાદની બની
Translate »