ક્રાઇમ બ્રેકિંગ ન્યૂઝ ભાવનગર ખાખીની ખટપટ

બૂટલેગરોની કારમાંથી કંપની સીલપેક દારૂની બોટલો જપ્ત: ₹૩.૮૫ લાખના દારૂ સહિત કુલ ₹૧૦.૯૦ લાખનો મુદ્દામાલ કબ્જે

ભાવનગર / ક્રાઈમ બ્રેકિંગ:

ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાંથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કાર સાથે રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 ગાડીમાંથી મળી આવ્યો વિદેશી દારૂ: LCB સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે ટાટા હેરીયર કાર નંબર (GJ-04-DA-2840)માં વિદેશી દારૂનો જથ્થો ભરીને દીહોરથી ટીમાણા તરફ જઈ રહ્યા છે. પોલીસે વોચ ગોઠવીને ગાડી રોકી તપાસ કરતાં અંદરથી કંપની સીલપેક વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

 કુલ મુદ્દામાલ અને આરોપીઓ: પોલીસે કુલ ₹૩,૮૫,૪૯૫ની કિંમતનો વિદેશી દારૂ તથા વાહન સહિત કુલ ₹૧૦,૯૦,૪૯૫નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

 ઝડપાયેલા આરોપીઓ: આ કેસમાં (૧) ડુંગરપુરી ઉર્ફે સુંદર રાવતપુરી ગૌસ્વામી (ઉ.વ.૨૩, રહે. રાજસ્થાન) અને (૨) નપારામ માનારામ માલી (ઉ.વ.૨૨, રહે. રાજસ્થાન)ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પોલીસે ગુનો નોંધીને દારૂ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

You may also like

Bhavnagar
ભાવનગર મહાનગરનો લલકાર

Bhavnagar Corporation: શહેરમાં 700 સ્થળે 1600 CCTV કેમેરા લાગશે, નિયમિત થશે મોનિટરિંગ

ભાવનગરઃ ભાવનગર મહાનગર પાલિકા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જેમાં સિટીમાં જુદા-જુદા વિસ્તારમાં CCTV સેટ કરીને નજર રાખવામાં આવશે.
ભાવનગર મહાનગરનો લલકાર

Bhavnagar Crime: મહિલા કોન્સ્ટેબલના ઘરેથી પકડાયો વોન્ટેડ, સગાને સાચવવા જતા નોકરી પર જોખમ

ભાવનગરઃ સગા સંબંધીઓને સાચવવા ક્યારેક જોખમમાં મૂકી શકે છે. ભાવનગર પોલીસમાં ડ્યૂટી કરતા મહિલા કોન્સ્ટેબલ સાથે આવું જ થયું. ભાવનગર
Translate »