ભાવનગર ગુજરાતનો લલકાર

ભાવનગર કોંગ્રેસમાં મોટો રાજકીય ભૂકંપ: શહેર પ્રમુખની સરમુખત્યારશાહી સામે યુવા કોંગ્રેસ અને NSUIના ૧૫૦થી વધુ હોદ્દેદારોના રાજીનામા!

ભાવનગર / રાજકીય બ્રેકિંગ:
ભાવનગર શહેર કોંગ્રેસમાં આંતરિક વિવાદ અને અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા મનસ્વી અને એકતરફી રીતે નિમણૂક આપવાના આક્ષેપ સાથે યુવા કોંગ્રેસ (Youth Congress) અને NSUI ના ૧૫૦થી વધુ હોદ્દેદારો તથા કાર્યકરોએ સામૂહિક રાજીનામાં ધરી દેતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
સરમુખત્યારશાહી પદ્ધતિનો આક્ષેપ: યુવા પાંખના નેતાઓએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, સંગઠનમાં કોર કમિટી હોવા છતાં આજદિન સુધી એક પણ બેઠક યોજવામાં આવી નથી અને પ્રમુખ દ્વારા પક્ષના વફાદાર કાર્યકરોને અવગણીને સરમુખત્યારશાહી રીતે નિર્ણયો લેવાઈ રહ્યા છે.
શિક્ષણ સમિતિમાં નિમણૂક મુદ્દે વિવાદ: યુવા કોંગ્રેસના પૂર્વ પ્રમુખને શિક્ષણ સમિતિમાં પ્રતિનિધિત્વ આપવાની માંગણીને અવગણીને પ્રમુખે પોતાની મરજીથી નિમણૂક કરી હોવાનો વિરોધ નોંધાવાયો છે.
“સ્વભિમાન સાથે સમાધાન નહીં”: યુવા હોદ્દેદારોએ સ્પષ્ટપણે જણાવ્યું કે, જ્યારે પક્ષમાં રજૂઆત સાંભળવામાં જ ન આવતી હોય ત્યારે સ્વભિમાનના ભોગે હોદ્દા પર ચાલુ રહેવાનો કોઈ અર્થ નથી. ૧૫૦થી વધુ યુવા નેતાઓના રાજીનામાથી ભાવનગર કોંગ્રેસનું માળખું ધરાશાયી થયું છે.

You may also like

ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »