નેશનલ / લીગલ બ્રેકિંગ:
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત વિરુદ્ધ ટિપ્પણી કરવાના મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે શિવસેના (UBT) સાંસદ સંજય રાઉત અને વરિષ્ઠ પત્રકાર નિખિલ વાગલે ને કારણદર્શક નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે.
વિવાદનું મુખ્ય કારણ: અગાઉ ચૂંટણી પંચ અને SIR મુદ્દે વિપક્ષી નેતાઓના ડેલીગેશનને ન મળવા બદલ સંજય રાઉતે CJI ના વલણની આકરી ટીકા કરી હતી.
SCBA ની અવમાનના અરજી: સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA) દ્વારા દાખલ કરાયેલી ફોજદારી અવમાનના અરજી પર સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે, બંધારણીય સંસ્થાઓ પર આ પ્રકારે હુમલા કરવા અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.
હાજરીમાંથી મુક્તિ પણ જવાબ ફરજિયાત: સુપ્રીમ કોર્ટે બંને નેતાઓ/પત્રકારને વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવામાંથી છૂટ આપી છે, પરંતુ નિર્ધારિત સમયમાં પોતાનો પક્ષ સ્પષ્ટ કરવાનો આદેશ આપ્યો છે.