મહેસાણા / સિટી બ્રેકિંગ:
દિવાળીના તહેવારોના હર્ષોલ્લાસ વચ્ચે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા નગરજનો માટે એક અત્યંત ખુશીના સમાચાર અને મોટી ભેટ સામે આવી છે. તહેવારોની ઉજવણીમાં નાગરિકો પરિવાર સાથે મુસાફરી કરી શકે અને ઉત્સવનો આનંદ માણી શકે તે હેતુસર મનપા દ્વારા શહેરમાં દોડતી સિટી બસ સેવાને આગામી ચાર દિવસ માટે બિલકુલ ફ્રી કરી દેવામાં આવી છે.
ક્યારે મળશે મુસાફરીનો લાભ?
મેયર સોનલ ઓઝા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે આગામી તારીખ ૮ થી ૧૧ નવેમ્બર સુધી મહેસાણા શહેરમાં સિટી બસ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે. આ ચાર દિવસના સમયગાળા દરમિયાન કોઈપણ મુસાફર પાસેથી બસ ટિકિટના પૈસા લેવામાં આવશે નહીં.
નાગરિકોમાં ખુશીની લહેર:
મનપાના આ જનહિતના નિર્ણયથી તહેવારોમાં ખરીદી કરવા કે ફરવા જતાં નાગરિકોને મોટી આર્થિક રાહત મળશે અને લોકો ઉત્સાહભેર દિવાળી પર્વની ઉજવણી કરી શકશે.
મનપાનો પ્રજાલક્ષી નિર્ણય;સિટી બસમાં મુસાફરી કરતા મુસાફરો પાસેથી આગામી ચાર દિવસ સુધી કોઈ ટિકિટ વસૂલવામાં આવશે નહીં