રાજકીય / દિલ્હી બ્રેકિંગ:
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રમુખ અભિજીત દિપકે એક મોટી જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે.
દિવાળી સુધી વિરોધમાં બ્રેક?: છેલ્લા ૧૦-૧૨ દિવસોથી ચાલી રહેલા આક્રમક વિરોધ પ્રદર્શન બાદ અભિજીત દિપકે તેમના સમર્થકોને અપીલ કરી છે કે તેઓ દિવાળી સુધી પોતાના પરિવાર સાથે સમય વિતાવે.
પરિવારની સમસ્યાઓનો ઉલ્લેખ: તેમણે જણાવ્યું કે સતત આંદોલન કરી રહેલા સમર્થકો અને તેમના પરિવારોએ છેલ્લા કેટલાક દિવસોમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
નેતાઓ જેલમાં, પ્રદર્શન જારી રહેશે: CJP નેતાઓ આશુતોષ રાંકા અને સૌરભ દાસ હાલ જેલમાં હોવા છતાં આંદોલન પાછું નહીં ખેંચાય અને પ્રદર્શન જારી રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું. ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ નિર્ણય પાછળ તંત્રનું દબાણ છે કે પછી રણનીતિનો ભાગ?